અમદાવાદ,  તૌકતે વાવાઝોડાને લઈને ,પીએમ મોદી એક દિવસની વિઝીટ કરી ને ગયા છે વિઝીટ બાદ પી.એમ એ એક બેઠકનું આયોજન કર્યું હતું બેઠક બાદ ગામડામાં હવે સર્વેની કામગીરી આરંભવામાં આવી છે.. અમદાવાદ જિલ્લા વિસ્તાર પણ પ્રભાવિત વિસ્તાર છે તેમાં અંદાજે ૧૫૦ અધિકારી કર્મચારીઓ કામે લગાવી દેવામાં આવ્યા છે જે ૬ દિવસમાં સર્વેની કમગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે વાવાજાેડામાં અમદાવાદ જિલ્લા વિસ્તારને ભારે નુકસાન થયું છે માણસોના મોત થયા પશુ ના મોત થયા છે તો અનેક ગામોમાં પાણી અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે.

ત્યારે હવે કલેકટરની આગેવાની માં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સર્વેની કામગીરીને મુખ્યત્વે ૨ ભાગમાં વહેંચવામાં આવી છે જેમાં ૧ ભાગમાં ધોલેરા અને તેની આસપાસ ના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોય તેવા ૧૧૦ ગામ છે જેમાં વીજળી પહોંચાડવા માટે પ્રયાસ કરી રહયા છે હજી ૨ દિવસનો સમય લાગી જશે કારણ કે રોડ તૂટી ગયા છે અને ઘણા ગામોમાં વાહન જઈ શકે તેવી સ્થિતિ નથી જેથી સમય લાગશે તો ૮૪ ગામ માં પાણી પુરવઠો ખોરવાયો છે તે આવતીકાલ સુધી માં કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે...

ધોલેરામાં ખેતી અને મકાન ને ઓછું નુકસાન પહોંચ્યું છે.. બાવળા,ધોળકા,સાણંદ માન્ડલ સાહિતના વિસ્તારમાં ખેતી ને ભારે નુકસાન થયું છે.. તો આ સિવાય અનેક કાચા મકાન તૂટી ગયા અથવા તો તેને નુકસાન થયું છે તો ઘણા લોકો ની ઘર વખરી ને પણ નુકસાન થયું છે.. ઘર ને નુકસાન માટે ફોટોગ્રાફ અને લોકેશન સિસ્ટમ આધારે સર્વે કરવા માટે સુચના આપી છે જેથી યોગ્ય રીતે સર્વે થઈ શકે.. તમામ જગ્યા પર ચાલી રહેલા સર્વે કલાસ વન અધિકારીની અધ્યક્ષતામાં ચાલી રહ્યો છ આમ તમામ વિસ્તારમાં સર્વે ની કામગીરી પુર જાેશ માં કરવામાં આવી રહી છે.. અને આ કામગીરી ૬ દિવસમાં પૂર્ણ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.

આ વિશે અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે એ લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ કરતા અમદાવાદના નાનાં નાનાં ગામડામાં નુકશાન થયું છે તેને લઈને તમામ કામ પૂરું થઈ જવા માટે આવ્યું છે વૃક્ષો પડી ગયા છે તે પણ કાપી ને રસ્તા ખુલ્લા કરી દેવમાં આવ્યા છે વીજ પુરવઠો પણ આજ રાત સુધી કે કાલ સવાર સુધીમાં પૂર્વત કોઈક ગામમાં બાકી છે તે કરી દેવમાં આવશે અને જે લોકોને મકાન ને નુકશાન થયું છે પશુ નુકશાન વરવખરી અને મૃત્યુ થાય છે તે તમામ નુકશાન ની ગ્રાન્ટ જિલ્લા વિકાસ અધિકારી ને ફળવામાં આવી છે જે સર્વે બાદ અને ડિટેલ બાદ તેમણે આપવામાં આવશે.