મુંબઇ 

ટીવીનો વિવાદિત રિયાલિટી શો બિગ બોસ શરૂ થઇ ગયો છે. શોમાં અમુક જુના કન્ટેસ્ટન્ટ પણ શોમાં મનોરંજન આપવા માટે આવ્યા છે. અમુકના એવિક્શન પછી ઘરમાં ટૂંક સમયમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે. સમાચાર છે કે એડલ્ટ સ્ટાર સપના સપ્પુ જે સપના ભાભીના નામથી પોપ્યુલર છે તે શોમાં પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી બનીને આવશે.

સપના સપ્પુએ 1998માં ફિલ્મ 'ગુંડા'થી તેનું બોલિવૂડ ડેબ્યુ કર્યું. આ ફિલ્મમાં તેની સાથે મિથુન ચક્રવર્તી લીડ રોલમાં હતા. બોલિવૂડ સિવાય એક્ટ્રેસ ભોજપુરી અને ગુજરાતી ફિલ્મોમાં પણ દેખાઈ હતી. 2013માં લગ્ન કર્યાં પછી એક્ટ્રેસે તેનું એક્ટિંગ કરિયર સાવ છોડી દીધું હતું અને ગુજરાત શિફ્ટ થઇ ગઈ હતી. લગ્નજીવનમાં તકલીફ પડતા એક્ટ્રેસ પતિથી અલગ થઇ ગઈ. બંનેને એક પાંચ વર્ષનો દીકરો છે ટાઇગર જેનો લીગલ કસ્ટડીનો કેસ હજુ ચાલી રહ્યો છે.

પતિથી અલગ થયા બાદ સપના ફરીવાર ગુજરાતથી મુંબઈ આવી. અહીંયા આવીને તેણે સેમી પોર્ન વેબ શોમાં કામ કર્યું. 200થી વધુ હિન્દી, ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સપનાને તેના બોલ્ડ રોલથી ઓળખ મળી છે. ઘણી બી ગ્રેડ ફિલ્મોમાં આવ્યા બાદ હાલમાં જ સપના વેબ શો આપ કી સપના ભાભીમાં નજર આવી છે. 

સપના ભાભી નામથી ફેમ મેળવનારી એક્ટ્રેસનું સાચું નામ ઝરીના શેખ છે. એક્ટ્રેસ ઘણી એડલ્ટ ફિલ્મોમાં બોલ્ડ અવતારમાં દેખાઈ છે પણ તેને આ કામમાં કોઈ ક્ષોભ થતો નથી. બોલિવૂડ લાઈફ સાથેની વાતચીતમાં એક્ટ્રેસે પોતાના કામ પર કહ્યું, 'મેં જે કામ કર્યું તેને લઈને મને કોઈ ક્ષોભ નથી. હું મોટી એક્ટ્રેસ ન બની શકી પણ હું નાની ફિલ્મોની મોટી એક્ટ્રેસ છું. મેં ટીવી સિરિયલ્સમાં કામ કરવાની ટ્રાય કરી પણ ત્યાં વધુ સમય આપવો પડે છે. મારો પાંચ વર્ષનો એક દીકરો છે અને હું આટલો સમય નથી આપી શકતી. ઇન્ડસ્ટ્રીમાં રહેવું એક ઘણું પ્રોફેશનલ કામ છે અને હું એ સમજી ગઈ છું કે અહીંયા ઈમોશન્સની કોઈ જગ્યા નથી.'