માંડવી
માંડવી તાલુકામાં સાંસદની અધ્યક્ષતામાં કોરોનાની રસી મુકવાની કામગીરીનો શુભારંભ કરાયો. પ્રથમ વેક્સિંગ માંડવી તાલુકા આરોગ્ય અધિકારીને મૂકી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ગત થોડા દિવસો પહેલા કોરોનાની વેક્સિંગ મુકવાની કામગીરી શરૂ કરાઇ છે.
તા.૧૯-૦૧-૨૦૨૧ નાં રોજથી તાલુકામાં માંડવી આરોગ્ય વિભાગ દ્વારા સાંસદ પ્રભુભાઈ વસાવા ની અધ્યક્ષતામાં વેક્સિંગ મુકવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં દીપ પ્રાગટય કર્યા બાદ પ્રથમ વેક્સિંગ માંડવી તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજુભાઇ ચૌધરી ને મુકવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ પ્રભુભાઈ વસાવા એ આ કામગીરી બદલ આરોગ્ય વિભાગનાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં માંડવી પ્રાંત અધિકારી જનમ ઠાકોર, સુપ્રીટેન્ડન્ટ ડો. પરિમલભાઈ ચૌધરી, પાલિકા પ્રમુખ ડો. આશિષ ઉપાધ્યાય, ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી સહિત આરોગ્ય વિભાગનાં તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.