રાજકોટ-

ગુજરાત માં કોરોના એ અજગર ભરડો લીધો છે તો કોરોના ની સ્થિતિ માં આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થઇ ચુક્યો છે. આજથી મેડિકલ અને પેરામેડિકલ વિભાગની પરીક્ષા કુલ 11 પરીક્ષા કેન્દ્ર પરથી 931 જેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા ની શરૂઆત કરી હતી

સરકાર અને UGCની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે, જોકે આ બધા વચ્ચે યુનિવર્સિટીના કુલપતિએ જાહેરાત કરી છે કે જો પરીક્ષાના 15 દિવસ દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી કે કર્મચારી કોરોના સંક્રમિત થશે તો તેઓને રૂ. 1 લાખ ની સહાય કરાશે

આજથી શરૂ થનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથેજ એક વર્ગખંડ માં 15 વિદ્યાર્થીઓ ની સંખ્યા નક્કી કરાઇ છે.વિદ્યાર્થીઓએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવા સૂચના અપાઇ છે. પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યુનિવર્સિટી હોમીઓપેથી દવાઓ પણ આપવાનું નક્કી થયું છે. આમ કોરોના ની હાડમારી વચ્ચે વિદ્યાર્થીઓ માં ટેંશન જોવા મળ્યું હતું.