અંક્લેશ્વર, તા.૧૯ 

અંકલેશ્વર વચ્ચે વિશાળ પક્ષીઓના આશ્રયસ્થાન અને વૃક્ષ આચ્છાદિત વન ‘ રેવા અરણ્ય ‘ અંકલેશ્વર ગડખોલ પાટીયા સ્થિત સામ્રાજ્ય સોસાયટીના સામેના વિસ્તાર થી ગોલ્ડન બ્રિજના દક્ષિણ તરફ ના છેડા સુધી વિકસાવવાનું કાર્ય ભરુચ સીટીઝન કાઉન્સીલ ટ્રસ્ટ તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે બીજા તબક્કાનો પ્રારંભ ગોલ્ડન બ્રિજ નાં અંકલેશ્વર તરફના છેડે બોરભાઠા ખાતે કરવામાં આવ્યો હ્‌તો. ભરૂચ નાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વીએન સંરક્ષક ભાવના દેસાઇ, ભરુચ સીટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રેવા અરણ્ય નાં બીજા તબક્કા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તબક્કામાં ૬ હજાર જેટલા વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો લક્ષ્યાંક છે. ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગના ભાવના દેસાઈના માર્ગદર્શન હેઠળ આ જગ્યા ઉપર અકીરા મિયાવાકી વીએન ઊભું કરવામાં આવશે. અકીરા મિયાવાકી પદ્ધતિ એટ્‌લે વૃક્ષો વચ્ચે ઝડપથી વિકાસ પામવાની સ્પર્ધા થાય તે રીતે વૃક્ષોની વાવણી કરાઈ હતી.