વડોદરા : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં ગોટાળાની બૂમ ઉઠી છે. યુનિવર્સિટીના કેટલાક સિન્ડિકેટ સભ્યોએ આ મુદ્દે આકરો વિરોધ નોંધાવ્યો હતો. આ ભરતીકાંડ વધુ ઘેરો બન્યો છે અને વિરોધ કરી રહેલા સિન્ડિકેટના સભ્યોએ મંગળવારે જણાવ્યું હતું કે આ ભરતીમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના ઉમેદવારોને ઘોર અન્યાય થયો હતો.

યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલા, દિલીપ કટારિયા, સરકાર નિયુક્ત સેનેટ સભ્ય સુનીલ કહાર અને વ્રજેશ પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં વ્હાલાં દવલાંની પસંદગી કરાઇ હોવાની ફરિયાદ કરી હતી. તેઓએ કહ્યું કે ભરતીમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના ઉમેદવારોને અન્યાય થયો છે. તેઓએ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અને પછાત વર્ગ આયોગ સમક્ષ માંગણી કરી છે કે ભરતી માટેની પસંદગી સમિતિ સામે પગલાં ભરાય અને ખાસ સમિતિની રચના કરીને ભરતી પ્રક્રિયામાં સામેલ બધી વ્યક્તિઓની તપાસ કરાય. જાે ભરતીમાં ગોટાળો જણાય તો વી.સી. પરિમલ વ્યાસને પદભ્રષ્ટ કરવા જાેઇએ. તેઓએ વિવિધ વિભાગોમાં પછાત જાતિના ઉમેદવારોને અન્યાય થયાની વિગતો આપી હતી.

પસંદગી પામેલા પછાત વર્ગના ઉમેદવારની વિગતો

ક્રમ ફેકલ્ટી વિભાગ કુલ જગ્યા આરક્ષિત પસંદગી પામેલા ઉમેદવારો

૧. આટ્‌ર્સ અર્થશાસ્ત્ર ૧૦ ૭(એસસી-૨, ૦

    એસટી-૩, એસઇબીસી-૨

  સમાજશાસ્ત્ર ૮ ૬ (એસસી-૧, એસટી-૧, ૧ (સામાન્ય વર્ગ

    એસઇબીસી-૩, ઇડબલ્યુએસ-૧

  સિંધી ૧ ૦૦ ૧ (સામાન્ય વર્ગ)

  ફ્રેન્ચ ૧ ૦૦ ૧ (સામાન્ય વર્ગ)

૨. ફાઇન આટ્‌ર્સ સ્કલ્પચર ૪ ૧ (એસઇબીસી-૧) ૧ (સામાન્ય વર્ગ)

૩. પરફોરર્મિંગ આટ્‌ર્સ ડ્રામા ૫ ૩ (એસઇબીસી-૨, એસટી-૧) ૨ (સામાન્ય વર્ગ)

૪. ટેકનોલોજી એપ્લાઇડ ફિઝિક્સ ૩ ૧(એસટી-૧) ૧ (સામાન્ય વર્ગ)

  ટેસ્સટાઇલ ૧૦ ૪(એસસી-૨, ૧ (સામાન્ય વર્ગ)

  એન્જિનિયરિંગ એસઇબીસી-૨, એસટી-૧) ૧ (એસઈબીસી)

  કમ્પ્યુટર એન્જિ. ૩૧ (એસઇબીસી-૧) ૨ (સામાન્ય વર્ગ)

    ૧ (એસઇબીસી)

૫. સોશિયલ વર્ક સોશયિલ વર્ક ૯ ૭ (એસસી-૨, એસટી-૩, ૨ (સામાન્ય વર્ગ)

    એસઇબીસી-૨

૬. હોમ સાયન્સ કમ્યુનિકેશન ૫ ૪ (એસટી-૩, એસઇબીસી-૨) ૧ (સામાન્ય વર્ગ)

૭ કોમર્સ બિઝનેસ ૧૩ ૧૦ સામાન્ય, એસઇબીસી-૩

  ઇકોનોમિક્સ (૧૦ ઉમેવારોએ ઇન્ટરવ્યુ આપ્યા) ૮ સામાન્ય વર્ગ, એસસી-૧

    એસસી-૩ (૧૦ ઉમેદવારોએ ઇન્ટરવ્યુ આપ્યા

     પરંતુ કોઇની પસંદગી નહીં

  બિઝનેસ ૨ એસઇબીસી-૨ ૭ ઉમેદવારોએ ઇન્ટરવ્યુ આપ્યા

  ઇકોનોમિક્સ પરંતુ કોઇની પસંદગી નહીં