મોરબી-

મોરબી તાલુકાનો રહેવાસી હત્યાના ગુન્હામાં પુનાની યરવડા જેલમાં બંધ હોય જેમાં પેરોલ પર છૂટ્યા બાદ કેદી નાસી ગયો હતો જાેકે પાકા કામનો કેદી ૩૭ વર્ષ પૂર્વે નાસી ગયો હતો જે મામલે છેક હવે જેલ ગાર્ડે મોરબી તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે. યરવડા જેલ એ જ કારાગૃહ છે જેમાં અંગ્રેજાેએ ગાંધીજીને કેદ કર્યા હતા.

વધુમાં થોડા સમય પહેલાં ફિલ્મ સ્ટાર સંજય દત્ત પણ આ જેલમાંથી સજા કાપીને છુટ્યા હતા. આમ યરવડા જેલમાં કેદ મોરબીના આ કેદીની કરતૂત વિશે ૩૭ વર્ષે યરવડાના સત્તાધીશો જાગ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. માહિતી મુજબ પુનાની યરવડા જેલના ગાર્ડ જીતેન્દ્ર પ્રભાકર બાદલ (ઉ.વ.૪૯) મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે યરવડા જેલ પુણેમાં પાકા કામના કેદી મગન વેલજી મોહનાની રહે શામપર આમરણ વાળો તા. ૧૧-૦૨-૧૯૮૩ થી ૦૩-૦૩ ૧૯૮૩ સુધીના પેરોલ પર છૂટ્યો હતો.

પેરોલ રજા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ તે જેલ ખાતે હાજર થયો ના હતો અને કેદી પેરોલ જંપ કરી ફરાર થયો હોય તેવી ફરિયાદ મોરબી તાલુકા મથક ખાતે નોંધાવી છે. પેરોલ જંપ કરી ફરાર થયેલ પાકા કામનો કેદી મહારાષ્ટ્રના ભીવંડી ખાતે હત્યાના ગુન્હાનો સંડોવાયેલ હોય જે કેદી ફરાર થયો હોવાની ફરિયાદ ૩૭ વર્ષ બાદ નોંધાઈ છે