વડોદરા : શહેર પોલીસ તંત્ર કાયદોને વ્યવસ્થા જાળવવાને બદલે જમીનોના વિવાદમાં દરમ્યાનગીરી કરી રોકડી કરતી હોવાની લંબા સમયથી ઉઠેલી ફરિયાદોને ખુદ રાજ્યના પોલીસવડાએ મંજૂરીની મહોર મારી છે. બાપોદ પોલીસ મથકે દોઢ વર્ષ અગાઉ એન.આર.એ શહેરના બિલ્ડરો સામે નોંધાયેલી ફરિયાદમાં પોલીસ અધિકારીના ખાસ કહેવાતા ઇસમના ઇશારે કાર્યવાહી નહીં થતી હોવાની ફરિયાદ ડી.જી.ને થતા અંતે આ ફરિયાદ સી.આઇ.ડી. ક્રાઇમને નોંધવાનો આદેશ કરાતા ફરિયાદ નોંધી કરોડોની છેતરપિંડી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

અલકાપુરી સોસાયટીમાં ક્રષ્ણા ફ્લેટ ખાતે રહેતા પ્રજ્ઞેશ મહેન્દ્રભાઇ દેસાઇ અને એમના બહેન શિલ્પા કનુભાઇ પટેલ સાથે શહેરના બની બેઠેલા અને વિવાદીત બિલ્ડર વંદન પટેલ, મૌલીક પટેલ અને નવિન પટેલે જુદા જુદા સમયે રોકેલા નાણાનું બમણુ વળતર આપવાની લાલચે ૧૧ કરોડ ઉપરાંતની રકમ લીધા બાદ મુદતે નાણા પરત માંગતા આ ત્રીપુટી ફરી ગઇ હતી અને એક સમયે કરગરીને રૂપિયા માંગતા હવે નાણાની મદદ કરનારાઓને ધાક ધમકી આપી ટાંટીયા તોડી નાંખી ગાડી સમેત સળગાવી દેવાની ધમકી આપતા હતા એ અંગે ૧૧ કરોડની છેતરપિંડી અને ધાકધમકી આપવા અંગેની ફરિયાદ સી.આઇ.ડી. ક્રાઇમ વડોદરા નોંધાઇ છે.

અગાઉ બાપોદ પોલીસ મથકે પ્રજ્ઞેશ દેસાઇએ ૧૯-૦૨-૨૦૧૯ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ૪૦૬, ૪૨૦, ૨૯૪, ૫૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો. જેમાં આરોપી તરીકે મૌલીક નરેશભાઇ પટેલ અને પૂર્વીબેન મૌલીકભાઇ પટેલ બન્ને રહે શાંતી નિવાસ હોસ્ટેલની સામે નાગરવાડા, ગેટ ફળિયા તથા વંદનકુમાર ઘનશ્યામભાઇ પટેલ તથા યોગીનીબેન વંદનભાઇ પટેલ બન્ને રહે સી-૩૯ પારસમણી ટેનામેન્ટ, રઘુકુળ વિદ્યાલય પાસે ન્યુ વી.આઇ.પી.રોડના સરનામા દર્શાવાયા હતાં. એ ફરિયાદમાં એ સમયના શહેર પોલીસ તંત્રમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા એક અધિકારીના ખાસ માણસના ઇશારે કાર્યવાહી નહી થતા પ્રજ્ઞેશ દેસાઇએ રાજ્યના પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી હતી. એન.આર.આઇ સાથે થયેલી ૧૧ કરોડની છેતરપિંડીની વિગતો જાેઇ ચોંકી ઉઠેલા ડી.જી.એ કાયદા અધિકારી સમક્ષ મામલો મોકલ્યો હતો. જ્યા ફરિયાદ અને આરોપી એમ બન્ને પક્ષને સાંભળી કાયદા અધિકારીએ આ મામલો સી.આઇ.ડી ક્રાઇમને સોંપી છેતરપીંડી અંગેની કાર્યવાહી કરવા સુચના આપી હતી. એન.આર.આઇ પ્રજ્ઞેશ દેસાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૌલિક પટેલે મને ૨૦૧૧ માં ૨૧ મહિના માં એક ના ડબલ ની સ્કીમ આપી અને મારી પાસે થી રૂ.૨૨ લાખ લીધા. જે મને પરત એનથી કર્યા. ત્યાર બાદ તેણે ભરવાડો પાસેથી ઊચા વ્યાજે દરે રૂપિયા લીધા હતા અને તે રૂપિયા અને તેનું વ્યાજ ના ભરતા ઘણા લોકોએ તેણે મારવા લીધો હતો અને જેથી કરીને મને કરગરીને તેણે મને મારી અમેરિકા ખાતે બહેન પાસેથી રૂ અપાવાનું કરગરતા મે મારી બહેન પાસેથી, સન ૨૦૧૨/૧૩/૧૪ માં થઈને, કોઈ પણ લખાણ કે ગેરંટી વગર, મૌલિકને માટે રૂ. ૧ કરોડ ૯ લાખ અપાવ્યા હતા. પણ જ્યારે તેણે મને મારા કે મારી બહેનના રૂપિયા પરત ના ચુકવ્યા ત્યારે, ચેક ૨૦૧૫ માં મે એની પાસેથી લાખનો અને ચેકો લીધા. જે રૂપિયા અને તેનું યોગ્ય વળતર, તે મને ૨૦૧૬ માં આપવાનો હતો. ૨૦૧૬ માં મે ચેકો બઁક માં જમા કરાવવાનું કહતા તેણે મારી પાસે થી રડી કરગરીને સમય ઉપર સમય માંગતો ગયો. અને ત્યાર તે અને વંદન મને ધમકીઓ આપતા અને અપાવતા રહ્યા. વંદન મને ધમકી આપી હતી કે આજ પછી રૂપિયા માગ્યા છે તો સાઇટ ઉપર આઠમું ટાવર ઊભું કરીને મને એની નીચે જીવતો દાટી દેશે/જીવતો ગાડી માં સળગાવી દેશે, વગેરે. મૌલિક મને એના એક કહવતા મામા પાસે થી મને ધમકીઓ આપવ્તો હતો કે તેઓ મને પોલીસ ખાતા માં બૌજ ઓળખાણ હોવાથી મને ખોટા કેશો માં ફસાવી દેશે. અને વડોદરા ના એક ઉચ્ચ કક્ષા ના અધિકારી, કે જેમની હવે બદલી થઈ ગઈ છે, તેમના દ્વારા, મે જ્યાં જ્યાં પોલીસ અરજીઓ કરી ત્યાં ત્યાં તે અરજીઓ ફાઇલ કરવી દીધી. છેવટે મે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ માં અરજી કરી અને ત્યાં થી ત્રણ આરોપીઓ, મૌલિક પટેલ, રહે નગરવાડા, વંદન પટેલ, રહે ન્યુ વીઆઇપી રોડ અને નવીન ઉર્ફે મોહન પટેલ, રહે પુનિત નાગર, નિમેટા, વિરુદ્ધ ઉપછાત, છેતરપિંડી અને જાણ થી મારી નાખવાની ધમકી માટે ની ૨ એફઆઇઆર નોધાવી. આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર નોધાતા જ તેઓ ફરાર થઈ ગયા હતા. મૌલિક, વંદન તેમજ તેમની બંને ની પત્નીઓ વિરુદ્ધ પણ, તેમની સાથે મારી બેન ની ભાગીદારી માં છેતરપિંડી અને ઉપચાત ની, ફેબ્રુઆરી ૨૦૧૯ માં રૂ. ૫ કરોડ પંચાસી લાખ ની એફઆઇઆર નોધાવી હતી. જેમાં તેઓ હાઈકૌર્ટ માં ખોટા દસ્તાવેજાે આપીને વચગાળા ના જમીન ઉપર છે. આ લોકો પાસેથી બીજા ૪-૫ વુયક્તિઓ આશરે રૂ. ૬-૭ કરોડ માંગે છે પણ મૌલિક તેના મામા પાસે આ વ્યક્તિઓને પોલીસ ના ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપવી છે, જેને કારણે તે વ્યક્તિઓ ફરિયાદ કરતાં નથી.

અહી ઉલ્લેખનીય છે કે તે લોકોએ મારી અને મારા ફૅમિલી વિરુદ્ધ હાઇકોર્ટ માં તેમજ ગુજરાત ડીજી સાહેબ ને ૨.૫/૩ કરોડ ની ઉપચાત ની ખોટી ફરિયાદ આપી હતી. જેમાં બપોદ પોલીસ ને તેમજ ડીજી ઓફિસ સ્ટીથ કાયદા અધિકારીને બધા પુરાવા આપતા એ પુરવાર થયું કે હું સાઇટ ઉપર થી એક પણ રૂપિયો લીધી નથી. અને તે લોકો એ મને ફસાવા માટે ખોટી ફરિયાદો કરેલ હતી.

પોલીસ અધિકારીઓનો ખાસ મનાતો ‘કેદાર’ કોણ?

ડી.જી. સમક્ષ શહેર પોલીસ તંત્રની કાર્યવાહીને બદનામ કરનાર ‘કેદાર’ નામનો માણસ કોણ? એવા સવાલો ઉભા થયા છે. સી.આઇ.ડી. વડોદરા ખાતે નોંધાયેલી ફરિયાદમાં વારંવાર ‘કેદાર’નો એક પોલીસ અધિકારીના ખાસ માણસ તરીકે થયો છે અને સમાધાનની બેઠકો એને ત્યાં યોજાતી હોવાનું જણાવી ફરિયાદમાં ઉમેરાયું છે કે ‘કેદાર’ હંમેશા હુ ઉચ્ચ પોલીસ અધિકારીનો ખાસ છુ તમે વંદન મૌલીકનું કશુ બગાડી નહી શકો એવી ધમકી આપતો હોવાથી સી.આઇ.ડી. હવે ‘કેદાર’ સામે પણ કાર્યવાહી કરશે.