અમદાવાદ શહેરમાં કોરોના મહામારી વચ્ચે પણ લોકો પૈસા કમાવવાની લાલચે માસ્કનું કોપી રાઈટ કરી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે. જેમાં રીલીફ રોડ અંબીકા બીલ્ડીંગના ગ્રાઉંડ ફ્લોર તથા ત્રીજા માળે આવેલ અંબીકા સેન્ટર નામની દુકાનના માલિકે પોતાની દુકાનમાં ગેરકાયેદસર રીતે પુમા કંપનીના માસ્ક રાખી વેચાણ કરતા જાે કે તપાસ કરતા પોતાના આર્થીક ફાયદા હેતુ ડુપ્લીકેટ પુમા કંપનીના ૩૯૭૦ જેટલા માસ્કર મળી આવતા કારંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

ન્યુ દિલ્લીમાં રહેતા ક્રિષ્નપાલ પટવાલ એ.આર.ઓફીસર તરીકે નોકરી કરે છે. જે અલગ અલગ બ્રાન્ડેડ કંપનીઓના ટ્રેડમાર્કના હક્કોના રક્ષણ માટે ફરીયાદ કરવાનું કામ કરે છે. જેમાં પુમા કંપની ના કોપીરાઈટ હક્કો અને ઓથોરીટી પણ ધરાવે છે. દરમિયાન તેમને જાણવા મળ્યુ હતુ કે, અમદાવાદના રીલીફ રોડ અંબીકા બીલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રીજા માળે આવેલ અંબીકા સેંન્ટર નામની દુકાનમાં પુમા કંપનીના ટ્રેડમાર્ક વાળા કંપનીના કોપીરાઈટ હક્કોના ભંગ થતો હોવાની જાણ થતા તેઓ તે જગ્યાએ આવ્યા હતા. ત્યાં જઈ તપાસ કરતા દુકાનના માલિક પ્રશાંતકુમાર તેમની દુકાનમાં પુમા કંપનીના ગેરકાયેદસર રીતે માસ્ક રાખીને કોપી રાઈટ કરીને વેચાણ કરતા હોવાનું તથા તેમની પાસેથી કોપી રાઈટ કરેલા ૩૯૭૦ માસ્ક મળી આવ્યા હોવાથી તેમના વિરુદ્ધમાં કારંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.