માંડવી, તા.૯ 

બારડોલીમાં એક ગ્રાહક દ્વારા ટ્રેકટર ડીલર પાસેથી લેવાયેલ બે ટ્રેકટરો પૈકી એક ટ્રેકટર નું એન્જિન વોરંટી પીરીયડ દરમ્યાન પકડાય જતા ડીલર પાસે વોરંટી માં રીપેરીંગ કરવા લઈ જવાયું. પરંતુ ડીલર દ્વારા વોરંટી મંજુર કરવાની ના કહેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

આ ઘટનાની માહિતી પ્રમાણે બારડોલી (બાબેન) ખાતે આવેલ વિકાસ ટ્રેકટર માંથી બારડોલી ગામના રહીશ ધમેર્ન્દ્રસિંહ દેસાઈ દ્વારા તા. ૧૭/૧૦/૨૦૧૮ ના રોજ આઇસર કંપનીના બે નવા ટ્રેકટર ખરીદવામાં આવ્યા હતા. જેની બે વર્ષની વોરંટી આપવામાં આવી હતી. પરંતુ બંને ટ્રેકટર પૈકી એક ટ્રેકટર નું એન્જિન પકડાઈ જતા ધમેર્ન્દ્રસિંહ દ્વારા તે ટ્રેકટર ને વિકાસ ટ્રેકટર ખાતે લઈ જવામાં આવ્યું. અને ટ્રેકટર અંડર વોરંટી હોવાનું જણાવી ટ્રેકટર નું એન્જિન રિપેર કરી આપવાનું જણાવ્યું હતું. પરંતુ ત્યાં હાજર ડીલર સુરેશભાઈ ઢોલા દ્વારા ધમેર્ન્દ્રસિંહ ને જણાવવામાં આવ્યું હતું કે તમે અમારેત્યાં કોઈ દિવસ ઓઇલ બદલાવ્યું નથી તો આપના ટ્રેકટરની વોરંટી પાસ નહિ થાય.

આમ જણાવતા ધમેર્ન્દ્રસિંહ દ્વારા ટ્રેકટરની સર્વિસ તો નિયમિત કરાવી હોવાનું જણાવતા સુરેશભાઈ દ્વારા તમે અમારેત્યાં કોઈ પણ દિવસ ઓઇલ બદલાવ્યું નથી તેથી આપના ટ્રેકટરની વોરંટી પાસ થશે નહિ એમ જણાવતાં ધમેર્ન્દ્રસિંહ દ્વારા બારડોલી પોલીસ સ્ટેશન ખાતે વિકાસ ટ્રેકટરના ડીલર વિરુદ્‌ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.