રાજકોટ, યુનિવર્સિટી રોડ કિડની હોસ્પિટલની સામે રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા રાજેશભાઇ ધુલેશીયા (પટેલ)એ ફરિયાદમાં હિરેન કરશન વાઢેર,વિજય રાજેશ રાઠોડ, પરેશ ટાભા ચૌહાણ અને રવિ વાઢેર સામે હત્યાનો પ્રયાસ, હુમલો, તોડફોડ અને મારમારીની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. આ અંગે સમાપક્ષે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી.આ ગુન્હામાં હાલ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. રાજેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું છેલ્લા ૨૦ વર્ષથી મારા કુટુંબ પરિવાર સાથે રહુ છુ. અને મારે ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ફોર્ચયુન હોટલ સામે સિલ્વર સ્ટીલ નામે સબ મર્શીબલ પંપ બનાવવાનું કારખાનુ આવેલ છે.અમે રૈયા ગામ સર્વે નંબ૨-૨૬ પૈકી ની જમીનમા મા આવેલ રાધેક્રિષ્ના સોસાયટી અગાઉ સુચિત સોસાયટી હતી.જેને સરકારશ્રી દ્વારા કાયદેસર કરવાની કાર્યવાહી થતા અમોને સરકાર દ્વારા નક્કી કરવામા આવેલ જરૂરી ફી ભરી દેતા અમોને અમારૂ મકાન કાયદેસર કરી આપેલ છે. આજથી આશરે ત્રણ ચાર વર્ષથી સોસાયટી ખાલી કરાવવા માટે રહીશોને માનસીક ત્રાસ આપવાનુ ચાલુ કરેલ જે ભુમાફીયાઓમા ભરત સોસા તથા તેમના માણસો જેમા રવિ વાઢેર,વિજય,હિરેન,લાલો,પપ્પુ દ્વારા સોસાયટીના રહીશોને મકાન ખાલી કરાવવા માટે રાત્રીના સમયે પાર્ક કરેલ ગાડીઓના કાચ તોડવા,ઇંડા ફેકવા,ઘર ઉપર પથ્થર ફેંકવા, બાઇક ચલાવી જાેરજાેરથી અવાજ કરવા,દારૂની મહેફીલ કરવી તથા દારૂનો ધંધો કરવો તથા મહીલાઓની છેડતી કરવા જેવા કામ કરી સોસાયટીમા રહેતા રહીશોને ખુબજ હેરાન કરતા હતા.અને સોસાયટીની બહેન દીકરીઓ બહાર જાય તો તેમનો પીછો કરી તેમને ધમકી આપતા કે તારા પતિ ને ઉપાડી લઇશુ અને તેનો અતો પતો પણ નહી મળે તો સોસાયટીના મકાન ખાલી કરી જતા રહો તેવી ધમકીઓ આ લોકો આપતા હતા.