રાજપીપળા, તા.૧૭ 

આદીવાસી વિસ્તારમાં “ગુજરાત પેટર્ન યોજના” અંતર્ગત અધિકારીઓ અને તાલુકા-જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની મિલીભગતથી મસ મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ થોડા સમય પેહલા ગુજરાત ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લગાવતા ખળભળાટ મચ્યો હતો.એમણે આ મામલે સીએમ રૂપાણી સુધી ફરિયાદ કરી હતી જો કે એ મામલે કોઇ કાર્યવાહી થઈ કે નહીં એ મોટો પ્રશ્ન છે.હાલમાં જ સરકારી યોજનામાં એક્સપાયરી ડેટનું બિયારણ અપાયું હોવાની લેખિત ફરિયાદ જાગૃત આદીવાસી ખેડૂતે દેશના પીએમ અને રાષ્ટ્રપતિને કરતા ખળભળાટ મચ્યો છે.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુનારાજ ગામના

જાગૃત આદીવાસી ખેડૂત કાંતિભાઈ બામણજીભાઈ વસાવાએ જણાવ્યા મુજબ એમણે સરકારી યોજના હેઠળ ખાતર-બિયારણ મેળવવા ૫૫૦ રૂપિયા ભરી ગ્રામ સેવક મારફતે ઓન લાઈન અરજી કરી હતી.