રાજપીપળા : વરસાદ બાદ આજે રાજપીપલા નગરના રોડો બિસ્માર બન્યા છે અને બીજા જરૂરી વિકાસના કામો છે.માટે રાજપીપલા નગર પાલિકા દ્વારા પ્રોજેક્ટ બનાવાય છે અને તાંત્રિક મંજૂરી માટે માર્ગ અને મકાન વિભાગ આ અંદાજો ને મંજૂરી આપતા નથી જેને કારણે કામગીરી થઇ સકતી નથી.  

વિકાસના કામોના અંદાજો નું લીસ્ટ વધતું જાય છે પણ માર્ગ મકાન વિભાગ તાંત્રિક મંજૂરી આપતા નથી જેને કારણે લોકોને વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે મજબૂરીવશ થઇ પ્રજા માટે રાજપીપલા નગરપાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટ, ચીફ ઓફિસર જયેશ પટેલ જિલ્લા કલેક્ટર ને મળી રજૂઆત કરી લેખિત આવેદન પત્ર આપ્યું હતું.

રાજપીપલા નગર પાલિકા વિસ્તારમાં વિવિધ સરકારી ગ્રાંટો માંથી વિકાસના કામો કરવા માટે એક પ્રક્રિયા મુજબ માર્ગ અને મકાન વિભાગના આધિકારી દ્વારા તાંત્રિક મંજૂરીની જરૂર પડતી હોય છે. જે તાંત્રિક મંજૂરી આપવામાં આવે ત્યાર બાદ મંજુર થયેલ એસ્ટીમેટ પ્રમાણે કામગીરી કરવાની હોય છે પરંતુ રાજપીપલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલિકા એક તાંત્રિક મંજૂરી માટે મોકલેલ અંદાજો નો આભિપ્રાય આપી મંજૂરી પર બ્રેક મારી રાખે પરંતુ તાંત્રિક મંજૂરી આપતા નહોતા એટલે સત્ત્તા પક્ષે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવી પડી હતી.

તાંત્રિક મંજૂરી માટે ૫૬ કામો પેન્ડિંગ

• ૧૩/૦૮/૨૦૨૦ ના રોજ ૩૪ કામો માટે અંદાજો રાજુએ કરાયા.

• ૨૬/૦૮/૨૦૨૦ ના રોજ એક કામ માટે અંદાજો રાજુએ કરાયા.

• ૨૮/૦૮/૨૦૨૦ ના રોજ ૧૫ કામો માટે અંદાજો રાજુએ કરાયા.

• ૨૮/૦૮/૨૦૨૦ ના રોજ એક કામ માટે અંદાજો રાજુએ કરાયા.

• ૨૯/૦૮/૨૦૨૦ ના રોજ ૦૫ કામો માટે અંદાજો રાજુએ કરાયા.