વડગામ,તા.૨૩ 

વડગામ તાલુકાના નાંદોત્રાથી ગીડાસણ જવાના રોડની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં રોડ બનાવી રહેલા કોન્ટ્રાકટર અને માર્ગ મકાનના કર્મચારીઓની મિલીભગતથી રોડના કામમાં વેઠવાળી અને ગેરરીતીઓ આચરવામાં આવતી હોવાની બુમ આ વિસ્તારના લોકોમાં ઉઠી છે. નાંદોત્રાથી ગીડાસણ માર્ગ ઉપર રોડની સાઇડો પુરીને રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.પરંતુ આ રોડની કામગીરીમાં ટેન્ડર અને એસ્ટીમેન્ટ પ્રમાણેની કામગીરીમાં બમેબમ કરાતું હોવાની ફરીયાદો આ વિસ્તારના લોકોમાંથી ઉઠી છે. નાંદોત્રાથી ગીડાસણ સુધીનો રોડ પહોળો કરીને અને ફેવર કરવાની કામગીરી કેટલાક દિવસોથી કરાઇ રહી છે.ત્યારે આ કામ કરી રહેલા કોન્ટ્રાકટર દ્વારા જે કામ કરાઇ રહ્યું છે જેમાં રોડની સાઈડો પુરી ખોદવામાં આવી ન હોવાના ચોંકાવનારા આક્ષેપ આમજનતામાં થઇ રહ્યા છે.પુરતા પ્રમાણમાં ઉંડી પણ કરાઇ નથી.કોન્ટ્રાકટર દ્વારા જે કામ કરવામાં આવ્યું છે.તે ટેન્ડર સ્પેસીફિકેસન વિરુદ્ધ કામ કરાતુ હોવાની ફરીયાદો આમજનતામાંથઇ રહી છે.કામમા રોલીંગ કે વોટરીગ પણ કરાયું નથી.રોડની કામગીરીમાં કોઈ પણ પ્રકારના સૂચના બોર્ડ પણ મુકવામાં આવ્યા નથી.આ રોડ ઉપર વાહનોની ભારે અવરજવર રહેતી હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.