મહાનગર પાલિકાની ૨૧મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણીઓ યોજાનાર છે.એના ગણતરીના કલાકો પહેલા મુખ્ય રાજકીય પક્ષો સિવાયના પક્ષોના ઉમેદવારોને મતદાર યાદીઓમા મોટા પાયે છબરડાઓ આચરવામાં આવ્યા હોવાનું ધ્યાન પર આવતા વ્યાપક આક્રોશ ફેલાયો છે. પાલિકાના નવા સીમાંકનના આધારે યોગ્ય રીતે મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવી નથી. એવા આક્ષેપ અને આક્રોશ સાથે આ મતદાર યાદીઓની ભૂલો અને છબરડાઓ બાબતે અંતિમ ઘડીયે વડોદરાના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.તેમજ આ બાબતે તત્કાળ ભૂલ સુધારવાની માગ કરી જાે એમ કરવામાં આવશે નહિ તો ચૂંટણી બાબતે હાઇકોર્ટ કે સુપ્રીમના દ્વારા ખખડાવીને એને રદ્દ કરવાની માગ કરવામાં આવશે એવી ચીમકી પણ નાના રાજકીય પક્ષો દ્વારા ઉચ્ચારવામા આવી છે. આ બાબતે આમ આદમી પાર્ટીના વોર્ડ -૧૪ના ઉમેદવાર રિયાઝ શેખ દ્વારા વડોદરાના મુખ્ય ચૂંટણી અધિકારીને મોડી સાંજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં મતદાર યાદીઓના છબરડાઓને પુરાવા સહ રજુ કરવામાં આવ્યા છે. તેઓએ એમાં જણાવ્યું છે કે, વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ યોજાનાર છે.એમાં કોર્પોરેશન દ્વારા તૈયાર થયેલ ચૂંટણીના સીમાંકન અને મતદાર યાદીમાં ખુબજ મોટાપાયે છબરડાઓ જાેવા મળી રહ્યા છે.જેના પુરાવા પણ રજૂ કરતાં તેઓએ ઉમેર્યું હતું કે, એકજ સરનામે એકજ પરિવારમાં રહેતી માતા પિતા અને પુત્ર -પુત્રીઓને અલગ અલગ વોર્ડમાં વોટ આપવાના અધિકાર કેવી રીતે હોય? આ બાબત અત્યંત ગંભીર છે. જે ગેરબંધારણીય અને અયોગ્ય છે. તેમજ આવી ભૂલ જાણી જાેઈને કે ઇરાદાપૂર્વક આચરવામાં આવી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. આટલું ઓછું હોય એમ કેટલીક જગ્યાએ તો મતદાર યાદીઓમાં એક જ વ્યક્તિના બે-બે- ચૂંટણીના ઓળખપત્રો સામેલ કરેલ છે.જે કોઈ રીતે શક્ય જ નથી તો આવું કેવી રીતે બન્યું? એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. તેઓએ આ ભૂલો સંદર્ભમાં એવી માગ કરી છે કે, આ બાબતે તાત્કાલિક અસરથી તાપસ કરીને યોગ્ય પગલાં તત્કાળ લેવામાં આવે. તેમજ આને માટે જે કોઈ જવાબદાર હોય એવા ઓફિસર, અધિકારી, જવાબદાર વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં ભરવાની પણ માગ કરી છે. આ બાબતે કોર્ટના દ્વારા ખખડાવવા પડશે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ છે. એ સંજાેગોમાં વોર્ડ-૧૪ની ચૂંટણી મુલતવી રાખવાની અને યોગ્ય રીતે સ્વતંત્ર રીતે ચૂંટણીઓ યોજાય એની સાથોસાથ ભાજપ -કોંગ્રેસને જ ફાયદો થાય એવી રીતે ચૂંટણીઓ ન યોજવા જણાવ્યું હતું.

અનેક મતદારોના બબ્બે ઓળખપત્રોને આધારે યાદીમાં બબ્બે વખત નામો દાખલ કરાયા!

વડોદરાના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પાલિકાની ચૂંટણીઓને માટે નવા સીમાંકનના આધારે જે મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવી છે.એમાં એકના એક વ્યક્તિનું નામ બબ્બે વખત અલગ અલગ સિરિયલ નંબરથી મતદાર યાદીમાં ફોટો સાથે સામેલ કરાયેલ છે.આવા અનેક મતદારોના નામો બબ્બે વખત લખીને કે ઉમેરીને કયો આશય પર પાડવા માગે છે?એ બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો.આના અસંખ્ય પુરાવાઓ રજુ કરતા એનો કોઈ જવાબ ચૂંટણી પંચના અધિકારીઓ આપી શક્ય નહોતા.

એક જ ઘરમાં સાથે રહેતા પિતા-પુત્ર અલગ અલગ વોર્ડના મતદાર !

પાલિકાની ચૂંટણીઓને માટે નવા સીમાંકનને આધારે જે મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવી છે.એમાં અજીબોગરીબ છબરડાઓ પ્રકાશમાં આવ્યા છે.જેને લઈને વિવાદ સર્જાવા પામ્યો છે.એવા કેસોમાં એકજ મકાનમાં એકજ સાથે રહેતા પરિવારમાં પિતા અને પુત્રનું નામ મતદારયાદીમાં અલગ અલગ વોર્ડમાં બોલી રહ્યું છે. જે બાબતે પણ આપ પાર્ટી દ્વારા પુરાવા સહ રજૂઆત કરવામાં આવી છે. ખુદ ચૂંટણી કચેરીના અધિકારીઓ પણ આ બાબતથી અજાણ હોઈ પુરાવાઓ જાેતા ચોકી ઉઠ્‌યા હતા.