બોડેલી : બોડેલીના ડભોઇ રોડ પર આવેલ ભાથીજી વ્હીલ એલાઇમેન્ટ નુ કામ કરતા રામ ભરત (મદનભાઇ) પાસવાન ટાયર પંક્ચર તેમજ વ્હીલ એલાઇમેન્ટ સહીત નુ કામ કરે છે અને દુકાના ઉપર ના ભાગે તેઓ નુ રહેણાક ધરાવતા હોય રાત્રી ના સમયે તસ્કરો બાજુ મા ખુલ્લી જગ્યા માથી રાત્રી સમયે ધાબા ઉપર ચઢી એક શખ્સ નીચે ઉતરી ઘરમા પ્રવેશ કર્યો હતો શખ્સે મંગળસુત્ર, વીટી,સહીત ના સોના ચાંદીનદાગીના સાથે પોતાની દુકાન માટે નો બચતના તેમજ માલ લાવવા જમા કરેલા રોકડ રકમ લઇ ફરાર થયો હતો. ઘટના ને લઈ પંથક માં ચકચાર મચી જવા પામી છે . ત્યારે બોડેલી પોલીસ ને ચોરી ના બનાવ ની જાણ કરાતા બોડેલી પો.ઇ એ.એસ સરવૈયાએ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે જયારે બાજુમા આવે સમ્રાટ ડી.જે ના શો-રુમ ના સી.સી ટીવી કેમેરામા ચોરી ની ઘટના કેદ થઇ છે સમગ્ર બનાવ ને લઇ હાલ ચોરી કરનાર કોઇ જાણભેદુ હોય તેમ લાગી રહ્યુ છે કોરોના મહામારી ના કારણે ધંધા રોજગારના કારણે લોકો ની હાલત કફોડી બની છે અને હવે ચોરી ના બનાવો બનતા વેપારીઓ સહિત લોકો ની મુશ્કેલી મા વધારો થઇ રહ્યો છે