ઉમરગામ-

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે દમણગંગા નહેર સંશોધન વિભાગના સહયોગથી વારોલી નદીના કિનારે 35.28 લાખના ખર્ચે બનાવવામાં આવનાર પ્રોટેકશન વોલ કમ જેટીના કામનું ખાતમુહૂર્ત વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું. 90 મીટર લાંબી આ જેટી આસપાસના 800 જેટલાી બોટ માલિકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.

ઉમરગામ તાલુકાના 800 જેટલા બોટ માલિકો માટે નારગોલ બોટ લાંગરવા માટે મોટી સમસ્યા હતી. અહીં એક જેટી વર્ષોથી જર્જરિત હતી. ત્યારે અહીં નવી જેટી બનાવવા સ્થાનિક માછીમારોએ રાજ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરી હતી. જેનું સોમવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ જે જેટી બનવાથી અહીંના માછીમારોનો માલ અહીં ખાલી થવાથી મુંબઈના ભાઉચા ધક્કા સુધી જવાની જરૂર પડશે નહીં. જેના થકી આ વિસ્તારમાં મત્સ્યોધોગનો વધુ વિકાસ થશે અને માછીમારો આત્મનિર્ભર બનશે. આ જેટીના નિર્માણની સાથે અહીં કોલ્ડ સ્ટોરેજ સહિત જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે દમણગંગા નહેર સંશોધન વિભાગના સહયોગથી વારોલી નદીના કિનારે 35.28 લાખના ખર્ચે બનાવવામાં આવનાર પ્રોટેકશન વોલ કમ જેટીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.