શહેરા, તા.ર૩ 

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગણાતા ચલાલી ગામમાંથી વધુ એક કોરોના પોઝીટીવનો કેસ નોંધાવા પામ્યો છે, ગામના ૭૫ વર્ષીય જીતાભાઈ ચમનભાઈ કુમાવત નામના પુરૂષનો કોરોના રિપોર્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આ જીતાભાઈ ચમનભાઈ કુમાવતને ૯ દિવસ પહેલાં ગોધરા ખાતે આવેલ મકાન સંશોધન કેન્દ્રમાં સરકારી ક્વોરેન્ટાઇનમાં રખાયા અને તેઓને સેમ્પલને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા, ત્યારબાદ આજરોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે, આ ૭૫ વર્ષીય પુરૂષની પુત્રવધુ મંજુલાબેન ૧૫ દિવસ પહેલા શહેરા તાલુકાના ચલાલી ગામેથી પોતાના વતન રાજસ્થાન ખાતે “બા” નું મરણ થવાથી તેના પુત્ર અને ભાઈ-ભાભી સહિતના પાંચ વ્યક્તિઓ ગયા હતા, ત્યારબાદ પાંચેય વ્યક્તિઓ રાજસ્થાનથી પરત ચલાલી ગામે આવતા મંજુલાબેનની તબિયત અચાનક લથડતા મંજુલા તેમજ તેના પુત્ર પ્રદિપના સેમ્પલ લેવામાં આવતા એક અઠવાડિયા પહેલા મંજુલાબેન તેમજ તેના પુત્ર પ્રદિપનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા મંજુલાબેનના પરિવારજનોને ક્વોરેન્ટાઇન કરી સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલ્યા હતા, ત્યારે આજરોજ ચલાલી ગામની કોરોના પોઝિટિવ આવેલી મંજુલાબેન કુમાવત નામની મહિલાના ૭૫ વર્ષીય સસરા જીતાભાઈ કુમાવતનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, આમ શહેરા તાલુકાના ચલાલી ગામમાં કુલ ત્રણ પોઝિટિવ કેસ મળી આવતાં તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.