પાદરા 

પાદરામાં વિતેલા છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના નવા સાત કેસ નોંધાયા છે. પાદરામાં કોરોના કેસનો આંક ૪૨૧ પર પહોંચ્યો છે જેમાં પાદરા શહેરના ૨૯૭ અને ગ્રામ્ય વિસ્તારના ૧૨૪ કોરોનાના કેસ નોંધાયા છે. પાદરા આરોગ્ય વિભાગ દ્વારા આજે જાહેર કરેલા કુલ સાત કોરોનાના કેસોમાં પાદરા શહેરની સોસાયટી વિસ્તારમાં પાંચ અને લતીપુરામાં એક અને ડભાસામાં એક કેસનો સમાવેશ થાય છે.

પાદરાના આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર પાદરા શહેર-તાલુકામાં આરોગ્ય ધન્વંતરી રથ દ્વારા આજદિન સુધી જુદાજુદા વિસ્તારો, સોસાયટી અને ગ્રામ્ય વિસ્તારોમાં આશરે ૩૧,૦૦૦ જેટલા લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરાયું હતું જેમાં પ્રાથમિક લાગતાવળગતાઓ તેમજ બીમાર વ્યક્તિઓને સ્થળ ઉપર સારવાર આપવામાં આપી હોવાનું જણાવ્યું હતું. પાદરાના આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ પાદરા શહેર-તાલુકામાંથી કોરોના વાઈરસથી સંક્રમિતોને શોધી કાઢવા રેપિડએન્ટીગન કિટ દ્વારા ૩૮૯ લોકોના કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવેલ હતા.