વડોદરા, તા.૧ 

વેસ્ટર્ન રેલવે એમ્પલોઈઝ યુનિયનની સ્થાપના ૧૦૦ વર્ષના નિમિત્તે વિડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રમાં ઉજવણી કરાઈ હતી. આ વિડિયો કોન્ફરન્સનું ઉદધાટન એનસીસી અધ્યક્ષ શરદ પવારે કર્યું હતું. સમારંભમાં વેસ્ટર્ન રેલવે યુનિયનના અધ્યક્ષ આર.સી. શર્મા, મહામંત્રી જે.આર.ભોંસલેની નિગરાનીમાં યોજાયો હતો. આ સમારંભને રેલવે મંત્રી પિયુષ ગોયેલ, કેન્દ્રીય શ્રમમંત્રી સંતોષકુમારં આઈ.એસ.ઓ.ના ડાયરેકટર ગાયરાયડર, એ.આઈ.આર.એફ.ના મહામંત્રી શિવગોપાલ મિશ્રા, રખાલદાસ ગુપ્તા, અધ્યક્ષ હરભજનસીંગ, મહામંત્રી આલોકકુમાર કન્સલ, વિગેરે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમારંભની વિડિયો કોન્ફરન્સમાં વડોદરા ડિવિઝન વેસ્ટર્ન રેલવે એમ્પલોઈઝ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી સંતોષ પવારની આગેવાનીમાં ઉજવણી કરાઈ હતી અને વિજય સેંગર સહિત યુનિયનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં યુનિયનની સંઘર્ષ ગાથાનો ૧૦૦ વર્ષના ઈતિહાસને યાદ કરવા સાથે કામદારોના સાચા માર્ગદર્શનનું વર્ણન કરાયુ હતું.