રાજકોટ, અમદાવાદ, ગુજરાતમાં નવી ભુપેન્દ્ર પટેલ સરકારના શાસને હવે ટુંક સમયમાં ૫૦ દિવસ પુરા થશે અને નવા નેતૃત્વ સાથે અધિકારીઓની મોટાપાયે બદલીઓની ચર્ચા શરુ થઈ પણ હજુ ખાસ કરીને મુખ્ય સચિવ નિવૃત થયા બાદ તેમના સ્થાને નવા મુખ્ય સચિવ તરીકે પંકજકુમારની નિયુક્તિ થયા બાદ તેમના સંબંધીત વધારાના ચાર્જ, મુખ્યમંત્રી ઓફીસમાં ટોચના અધિકારીઓની સાગમટે બદલી સિવાયના કોઈ મોટા ફેરફાર થયા નથી. હા આ સીએમએ હવે નોકરીમાં નિવૃતિ બાદ પણ કોન્ટ્રાકટથી ફરી એ જ વિભાગ કે પછી મલાઈદાર પોષ્ટ પર આવતા માનીતા અધિકારીઓને સિલસિલો અટકાવી દીધો છે અને જેઓ સતત એકસટેન્શન મેળવતા હતા તેમને પેન્શન તથા કોન્ટ્રાકટ પગાર અને સરકારી સુવિધાનો લાભ મળતો હતો તે અટકાવી દીધા છે તો નવા નાણાસચિવ, ગૃહ સચિવ કોણ હશે તે ચર્ચા છે.

હવે નવા નાણા સચિવની પસંદગીમાં ૧૯૯૧ બેચના આઈએએસ અધિકારી તથા અને હાલ કોમર્સીયલ ટેક્ષ કમિશ્નર તરીકે કાર્યરત જે.પી.ગુપ્તાનું નામ સૌથી આગળ છે. તેઓને ટેક્ષ બાબતોનો વ્યક્ત અનુભવ છે. તેઓને એડીશન ચીફ સેક્રેટરીનું પ્રમોશન પણ ડયુ છે તેથી તેઓ હોટ ફેવરીટ છે તો ગૃહ સચિવમાં હાલ ઉપેગ-ગૃહનો હવાલો સંભાળતા રાજીવકુમારજેઓ ગૃહનો વધારાનો ચાર્જ સંભાળે છે.તેઓને હવે કાયમી આ વિભાગ આપીને ઉપેગમાં નવા એ.સી.એસ. પસંદ કરાય તેવી ધારણા છે પણ આ બધી વ્યવસ્થામાં મુખ્યમંત્રી કે.પાટીલને ને સલાહ આપનારમાં ભાજપના ઉપપ્રમુખ બનેલા અને આઈ.એ.એસ. તરીકે કામ કરી ચૂકેલા એમ.એસ.પટેલનો સમાવેશ થાય છે. જેને વહીવટી ક્ષેત્રનો સારો અનુભવ છે

અને ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ તથા હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ખુબ નજીક ગણાય છે હવે અધિકારીઓ તેમની ફેવરની પણ ચિંતા કરે છે.જાે કે હાલ તો આઠ મહાપાલિકાના કમિશ્નરો પણ બદલાય તેવી શકયતા છે. હાલના તમામની નિયુક્તિ વિજ્ય રૂપાણી સરકારની હતી. જેમાં મુકેશ પુરી જેવા અધિકારી બે-બે ટર્મથી અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર છે. જ્યારે બંછાનિધી પાની પણ રાજકોટથી સુરત બદલી થઇને આવ્યા છે.રાજકોટના મ્યુ. કમિશ્નર અમીત અરોરાને તો હજું એક વર્ષ પણ પુરુ થયુ નથી પણ માનવામાં આવે છે કે સાગમટે જ બધા જશે.નિવૃતિ બાદ એકસટેન્શન મેળવનાર માહિતી ખાતાના અનેક અધિકારીઓની કરાર આધારીત નિયુક્તી પુરી થતા તેઓને હજું એકાદ-બે વર્ષ કામ કરવાની ઈચ્છા હતી પણ હવે તે ફળીભૂત થઈ નથી.