વડોદરા, તા.૨૪

વડોદરા કોર્પોરેશન દ્વારા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બની રહેલા ફ્લાયઓવર બ્રિજનો ખર્ચ રાજ્ય સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ ઉઠાવી લેવો જાેઇએ તેવી માગણી કરાઈ છે. વોર્ડ નંબર ૧ ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર એ મુખ્યમંત્રીને આ અંગે કરેલી રજુઆતમાં જણાવાયુ છે કે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ૨૨૮ કરોડના ખર્ચે સાડા ત્રણ કિલોમીટર લંબાઈનો ચાર માર્ગીય બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા અપાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.જાેકે, આ કામગીરી માટે ગુજરાત ફાઇનાન્સ બોર્ડ દ્વારા કોર્પોરેશનને અત્યાર સુધી ૧૨૦ કરોડ ચૂકવ્યા છે, પરંતુ બ્રિજના કામગીરી માટે બીજી રકમ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સ્વર્ણિમ યોજનાની ગ્રાન્ટમાંથી વાપરવા જણાવાયું છે. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ કઠળેલી છે.શહેરના વિકાસના કામો અટકી ગયા છે, બજેટના કામો ગ્રાન્ટમાંથી થઈ રહ્યા છે, કોર્પોરેશન પાસેથી વેરા સિવાય બીજી કોઈ આવક નથી.ઉપરાંત ઓકટ્રોય ગ્રાન્ટ દર વર્ષે ૧૮ ટકા ગ્રોથ મુજબ આવતી નથી.