અમદાવાદ, કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારી વચ્ચે વિદેશમાં ફેલાયેલા કોરોનાના નવા વેરિયન્ટને લઇને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા વાઈબ્રન્ટ સમિટને મુલતવી રાખવામાં માટે રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી છે. અર્જુન મોઢવાડિયાએ એક ટ્‌વીટ કરીને સરકાર પર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજીને કોરોના માટે ગુજરાતના દ્વાર ખોલ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ ફરી ન વધે એટલા માટે તેમણે વાઈબ્રન્ટ સમિટ બંધ રાખવા માટે સરકારને વિનંતી કરી છે. મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આફ્રિકાની અંદર કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો છે. તે વર્તમાન વેરિયન્ટ કરતા ૧૦૦ ગણી સ્પીડથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રવેશે છે. આ વેરિયન્ટ વિશ્વની અંદર સૌથી ભયજનક વેરિયન્ટ છે. એટલે મારી સરકારને વિનંતી છે કે, આ બાયબ્રન્ટ સમિટ મુલતવી રાખવામાં આવે. મોઢવાડિયાએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, નમસ્તે ટ્રમ્પથી ભાજપ સરકારે કોરોના માટે ગુજરાતના દરવાજા ખોલી દીધા હતા. જેથી આવી ભૂલ બીજીવાર ન કરવામાં આવે. આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિયન્ટની ગંભીરતાને જાેઈને વાઈબ્રન્ટ સમિટ સ્થગિત કરવી જાેઇએ.