બહેરીન

રવિવારે સખીર (બહિરીન)માં સખીર ગ્રાન્ડ પ્રિકસ દરમિયાન ભારતીય ડ્રાઈવર જૈહાન દારુવાલાએ ઇતિહાસ રચ્યો હતો, જે ફોર્મ્યુલા ટુ રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. ફોર્મ્યુલા ટુ ચેમ્પિયન મિક શૂમાકર અને ડેનિયલ ટિકિટમ સામેની રોમાંચક હરીફાઈમાં 22 વર્ષીય ભારતીયએ સીઝનની અંતિમ ફોર્મ્યુલા વન ગ્રાન્ડ પ્રિકસ સપોર્ટ રેસમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

રેયો રેસિંગ માટે ડ્રાઇવિંગ કરી રહેલા જેહાને ગ્રિડ પર બીજા સ્થાનથી શરૂઆત કરી અને તે ડેનિયલ ટિકટુમ સાથે હતો.ટિકટમે જેહાનને બાજુ પર લેવાનો પ્રયાસ કર્યો જેથી શુમાકર બંનેને આગળ નીકળી ગયો.

ત્યારબાદ જેહામ બન્ને પાછળ રહી ગયો હતો પરંતુ તેને હાર માની ન હતી અને સંયમ રાખતા પોતાની પ્રથમ એફઆઇએ ફોર્મુલા ટુ રેસ જીતી લીધી.તેના જાપાની સાથે યુકી સુનોડા બીજા સ્થાન પર રહ્યો હતો.જેહાનથી 3.5 સેન્કડ પાછળ હતો.જ્યારે ટિકટુમ ત્રીજા સ્થાન પર રહ્યો.

જેહાન કહ્યું, મારે ભારતમાં લોકોને સાબિત કરવુ છે કે ભલે અમારી પાસે યૂરોપના ડ્રાઇવરો જેવી સુવિધા ન હોય પરંતુ જ્યારે આપણે સખત મહેનત કરીએ તો ગ્રીડના વળાંક પર સારો પડકાર આપી શકીએ છીએ.

માઇકલ શુમાકરનો પુત્ર મિક શૂમાકર 18 મી ક્રમે રહેવા છતાં 2020 ની ચેમ્પિયનશિપ જીતવામાં સફળ રહ્યો. શુમાકરે 215 પોઇન્ટ સાથે ટાઇટલ જીત્યું હતું.