અમદાવાદ-

કોંગ્રેસે ભાજપ સામે ધારાસભ્યોને કરોડો રૂપિયામાં ખરીદતા હોવાનો આક્ષેપ કરીને એક વીડિયો જાહેર કર્યો હતો. જેની સામે ચૂંટણી પંચે કહ્યું કે આ અંગે કોંગ્રેસમાંથી કોઈ લેખિત ફરિયાદ મળી નથી. જોકે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આ અંગે કાર્યવાહી કરવા ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે.

મોરબી માળિયા વિધાનસભાની બેઠક માટેની ચૂંટણી અંગેની તૈયારીઓ વિશે જિલ્લા કલેક્ટરને જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. જિલ્લા કલેક્ટરે કહ્યું હતુ કે 412 મતદાન મથકો પર મતદાન યોજાશે. મતદાન મથકો માટે 41 રૂટ નક્કી કરવામાં આવ્યા છે.. 412માંથી 65 મતદાન મથકો ક્રિટિકલ છે. તો બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે 2 CISF ની કંપની. 1 SRP ટુકડી અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચની ગાઈડ લાઇન મુજબ 4 માંથી એક ગાઈડ લાઈન મુજબ બંદોબસ્ત ગોઠવાયો છે.. EVM ની બગડવા મામલે પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.ઝોનલ ઓફિસને EVM ચેન્જ કરવાની જવાબદારી સોંપાઇ છે.