અમદાવાદ-

ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધુ છે. ત્યારે હવે આ બન્ને દિગ્ગજોના રાજીનામા કોંગ્રેસ હાઇકમાન્ડે મંજૂર રાખ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર બાદ રાજીનામું આપ્યું હતું. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામો બાદ બન્નેએ રાજીનામાં આપ્યા છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે બંને આગેવાનોના રાજીનામા મંજૂર કર્યા છે. ત્યારે હવે નવા વિપક્ષ નેતા અને પ્રદેશ પ્રમુખ માટે માર્ચના અંતિમ સપ્તાહમાં નવા નામોની જાહેરાત થશે.

મહત્વનું છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની ઉંધેકાંધ હાર થઈ છે. પહેલા તબક્કાની ચૂંટણીમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ હતી જ્યારે આજે બીજા તબક્કાની ચૂંટમીમાં પણ અત્યાર સુધી સ્પષ્ટ થયેલા પરિણામોમાં ભાજપની જીત થઈ છે જ્યારે કોંગ્રેસની હાર થઈ છે. ત્યારે હવે રાજીનામાં અંગે અમિત ચાવડા સત્તવાર રીતે જાહેર કરશે.