વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ ૧૯ ઈલેક્શન વોર્ડની ૭૬ બેઠકોની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસને માટે માથાના દુખાવા સમાન બની જવા પામી છે. ત્યારે આ બંને પક્ષમાંથી જે સિનિયર નેતાઓની બાદબાકી થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. એ બંને પરસ્પર વિરોધી પક્ષના તરછોડાયેલા નેતાઓએ હાલમાં વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવીને આગળ વધવાનું વિચારી રહ્યા છે. જેમાં શાસક પક્ષ ભાજપના પૂર્વ નેતા કેતન બ્રહ્મભટ્ટ અને કોંગ્રેસ પક્ષના સિનિયર કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા અને ચાણક્ય મનાતા ચિરાગ ઝવેરીનો સમાવેશ થાય છે. આગામી ગણતરીના દિવસોમાં જયારે વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. એવા સમયે પાલિકાની ૨૦૨૧ની ચૂંટણીમાં બંને હરીફ પક્ષો માટે બળવો માથાનો દુખાવો બની રહેશે. ત્યારે આ બંને પીઢ નેતાઓ પૈકી ભાજપમાંથી ચૂંટાયેલા પૂર્વ કાઉન્સિલર અને પાલિકામાં શાસક પક્ષના પૂર્વ નેતા કેતન બ્રહ્મભટ્ટ પાલિકાની યોજાયેલ છેલ્લી ત્રણ ત્રણ ચૂંટણીઓમાં વર્ષ ૨૦૦૫, ૨૦૧૦ અને ૨૦૧૫માં છેલ્લે વોર્ડ નંબર છ માંથી ચૂંટાઈ આવ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષે તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે ત્રણ ટર્મ સુધી ચૂંટાયેલા કોઈપણ કાઉન્સિલરને પુનઃ ટીકીટ આપવામાં આવશે નહિ. એ નિયમ અંતર્ગત કેતન બ્રહ્મભટ્ટની ઉમર થઇ ન હોવા છતાં ત્રણ વખત સતત ચૂંટાયા હોઈ તેઓની ટીકીટ કપાવવાની પુરેપુરી સંભાવનાઓ પ્રદેશ અધ્યક્ષની સ્ટ્રેટેજીને લઈને લાગી રહ્યું છે,ત્યારે તેઓ જીતે એવા ઉમેદવાર હોઈ પુનઃ ટીકીટ મળશે જ એવો આશાવાદ સેવી રહયા છે. આજ પ્રમાણે પાલિકામાં વર્ષોથી એક ધાર્યું ચૂંટાઈ આવતા કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરી સામે તાજેતરમાં ભાજપમાં જનાર હોવાની વાતો જાેરશોરથી ઉડી હતી.જેને કારણે એજ ટાણે વડોદરાની મુલાકાતે આવેલ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવજીએ પ્રદેશ અધ્યક્ષ પાસે એનો રિપોર્ટ માગ્યો હતો. જેને આધારે પ્રદેશ અધ્યક્ષે આ કામ વડોદરા શહેર અધ્યક્ષ પ્રશાંત પટેલને સોંપ્યું હતું. જેઓએ એક ઝાટકે આજ પ્રકારની આશંકાને લઈને ફરિયાદ મળતા શહેર મહિલા અધ્યક્ષને દૂર કાર્ય હતા. એજ પ્રમાણે એમના પર ચિરાગ ઝવેરીને દૂર કરવાનું દબાણ ઉઠતા તેઓ સિનિયર નેતા હોઈ આખરે એનો ર્નિણય પ્રદેશ પર છોડ્યો હતો. જે આગામી દિવસોમાં આવી જશે. પરંતુ આજ કારણસર તેઓનું નામ પ્રથમ યાદીમાં જાહેર કરવામાં આવ્યું નથી એમ ચર્ચાય છે.