દિલ્હી-

મુખ્ય વિપક્ષી પાર્ટીએ કોંગ્રેસે પેગાસસ જાસૂસી મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલ ઉભા કર્યો છે. રાજ્યસભાના વિરોધ પ્રક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરતાં પહેલાં અમિતશાહના રાજીનામાની માંગ કરી અને વડાપ્રધાન સામે તપાસની વાત ઉચ્ચારી હતી. કોંગ્રેસે મોદી સરકાર પર રાહુલ ગાંધીની જાસૂસી કરાવાના આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે,ફક્ત રાહુલ ગાંધી જ નહી પરતું વિપક્ષાના અન્ય નેતાઓની પણ જાસૂસી કરવામાં આવી છે.

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી,તેમના સ્ટાફની, પોતે કેબિનેટ પ્રધાનોની, પત્રકારોની જાસૂસી કરવામાં આવી છે.શું આ ઉગ્રવાદના વિરૂદ્ધ લડત છે? તેમણે કહ્યું કે,ભાજપે હવે પોતાનું નામ બદલીને ભારતીય જાસૂસી પાર્ટી રાખી દેવું જોઇએ.કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડ઼ગે તથા અધીર રંજન ચૌધરીએ જાસૂસી કાંડ મામલે ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માંગ કરી છે.ઇઝરાયલના પેગાસસ સોફ્ટવેર જરીએ ફોન ટેપિંગની રિપોર્ટ આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો.આ સમગ્ર વિવાદને લઇને કોંગ્રેસ પણ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, સરકારે લોકતંત્ર સાતે મજાક કર્યો છે. કોંગ્રેસે રાહુલ ગાંધીની જાસૂસી બદલ ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માંગ કરી છે.તો આ સાથે વડાપ્રધાન મોદીની ભૂમિકા વિસે પણ તપાસ માટે માંગ કરી છે. ત્યારે ભૂતપૂર્વ IT પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢયા છે.તેમણે ફોન ટેપિંગના આરોપોને દેશ વિરોધી એજન્ડા ચલાવવાનું કાવતરું ગણાવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના કેટલાક પત્રકારો, નેતાઓ અને જજની ફોન-ટેપિંગ માધ્યમથી જાસૂસી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઈઝરાયેલના સોફ્ટવેર પેગાસસની મદદથી જાસૂસીના વિવાદ ઉભો થઇ ગયો છે.જે બાદ કોંગ્રેસ અને ભાજપ આમને સામને એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. પેગાસસ જાસૂસી કેસ પર પૂર્વ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભાજપ કોંગ્રેસના તમામ આક્ષેપોને સંપૂર્ણપણે નકારે છે. તેમણે કહ્યું કે,કોંગ્રેસે જે રીતે આક્ષેપો લગાવ્યા છે તે સ્પષ્ટ છે કે દેશનો રાજકારણનું સ્તર નીચે જઇ રહ્યો છે.રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડ઼ગેએ કહ્યું કે, શાહની સાથે વડાપ્રધાન મોદીની ભૂમિકાની પણ તપાસ થવી જોઇએ.