અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશનમાં કોંગ્રેસનો કકળાટ સપાટી પર આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ તથા દાણી લિમડા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવા દાણીલિમડાના જ મહિલા કોર્પોરેટર તરફથી તાંત્રિક સાથે વાતચીત થઈ રહી હોવાનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ ઓડિયો ક્લિપમાં શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનું કહે છે. પણ ચર્ચા એવી છે કે, ડિજિટલ યુગમાં ટેકનોલોજી થકી વિકાસની વાત કરતા નેતાઓ હજું કાલા જાદુમાં માને છે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જમન વેગડા અને મહિલા તાંત્રિક વચ્ચેની આ ઓડિયો ક્લિપ હોવાની લોકોમાં ચર્ચા છે. કોંગ્રેસ આ સમગ્ર મામલે ગંભીર નોંધ લઈને તપાસ સુધીના પગલાં લેવા માટેની તૈયારી બતાવી છે. પ્રદેશ પ્રમુખ જગદીઠ ઠાકોરે ઓડિયો ક્લિપ મામલે તપાસના આદેશ આપ્યા છે. કોંગ્રેસ તરફથી કોર્પોરેટર જમના વગડાને નોટિસ ફટકારી ખુલાસો પણ માંગવામાં આવશે. જાે આ મામલે જમનાબેન દોષિત પુરવાર થશે તો એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહીની પણ પક્ષ તરફથી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપ અંગે કોઈ મીડિયા કે સાઈટ પુષ્ટિ કરતું નથી. દાણી લિમડાના કોંગ્રેસના કોર્પોરેટરનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એમનો ફોન બંધ આવતો હતો. અમદાવાદ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના ૧૦ જેટલા કાઉન્સિલરોએ કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળીને રાજીનામા આપી દીધા હતા. પક્ષ તરફથી શહેજાદ ખાન પઠાણને વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવા માટે ર્નિણય લેવામાં આવ્યો હોવાથી કુલ ૧૦ કાઉન્સિલરોએ વિરોધના સુર ઊઠાવ્યા હતા. જેના પગલે વિરોધ પક્ષના નેતા બનાવવા માટે આંતરિક જુથવાદ સપાટી પર આવ્યો હતો. અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા એકવર્ષથી વિરોધપક્ષના નેતાને લઈને બબાલ ચાલી રહી છે. આ મથામણમાં હવે તાંત્રિકવાળું ક્નેક્શન મહિલાએ કહેતા કોર્પોરેશનમાં રાજકારણ ગરમાયું છે. બે આંતરિક જુથ વચ્ચે વિરોધપક્ષના નેતા બનવાની સ્પર્ધામાં ફરી રાજીનામાની મૌસમ ખીલી હોય એવું ચિત્ર જાેવા મળ્યું છે. ૧૪ કાઉન્સિલરોના જુથમાંથી ૧૦ જેટલા કાઉન્સિલરોએ પ્રદેશ પ્રમુખ જગદીઠ ઠાકોરને મળીને રાજીનામાનો પત્ર આપ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરએ વિરોધપક્ષના નેતા બનાવવાની એક રજૂઆત કરી હતી. જેમાં કાઉન્સિલર શહેજાદ ખાન પઠાણે મહિલાઓનું અપમાન કર્યું અને અસભ્ય વર્તન કર્યા હોવાની વાત જાણવા મળી છે. જેથી એને વિપક્ષ નેતા ન બનાવવામાં આવે એવી માંગ પ્રબળ બની ગઈ હતી.

ઓડિયો મારો નથીનું ગાણું ગાતા કોર્પોરેટર જમના વેગડા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાપદ માટે ખુદને દાવેદાર માનતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જમનાબેન વેગડાએ રાજકીય દુશ્મનાવટ માટે પોતાના વિરોધીઓનો ખાતમો કરવા માટે તાંત્રિકની મદદ લીધી હોવાની વાતચીતનો ઓડિયો વાઈરલ થયો હતો. જેને લઈને હવે કોંગ્રેસ કોર્પોરેટરે સ્પષ્ટતાં કરી છે. દાણીલીમડાથી કોંગ્રેસ કોર્પોરેટર જમનાબેન વેગડાએ પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો ઑડિયો મારો નથી. કોઈએ એડિટ કરીને ઑડિયો મોકલ્યો હશે. અમે બાબા સાહેબના અનુયાયી છીએ અને અંધશ્રદ્ધામાં નથી માનતા. વધુમાં તેમણે જણાવ્યું કે, વિપક્ષ નેતા શહજાદખાન પઠાણ અને મારા વચ્ચે તકરાર વધે તે માટે કોઈએ હિન પ્રયાસ કર્યો છે. અમારા બન્ને વચ્ચે વૈમનશ્ય વધે, તેવું કોઈએ કામ કર્યું છે. જાે કે આ સમગ્ર મામલાની પ્રદેશ કોંગ્રેસે ગંભીરતાથી નોંધ લીધી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વાયરલ થયેલી ઑડિયો ક્લિપ મામલે તપાસના આદેશ આપ્યા છે. જણાવી દઈએ કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલના વિપક્ષ નેતા શહેજાનખાન પઠાણ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને પાઠ ભણાવવા માટે કોંગી મહિલા કોર્પોરેટર ધોરાજીની મહિલા તાંત્રિક સાથે વાત કરતી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.