દિલ્હી-

આમ આદમી પાર્ટી (આપ) એ કોંગ્રેસ પર ખેડૂત આંદોલનના મુદ્દે બેવડા ધોરણો અપનાવવાનો આક્ષેપ કર્યો છે. 'આપ' પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે એક તરફ કોંગ્રેસ પાર્ટી ખેડૂતોના સમર્થનમાં ઉભા હોવાનો દાવો કરે છે કોંગ્રેસના સાંસદો 15 મિનિટ સુધી પ્રદર્શન કરવા આવી જાય છે,  જંતરમંતર પર જાય છે, બીજી તરફ તેઓ ખેડૂતોને 'દગો' આપી રહ્યા છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસની પંજાબ સરકારે પંજાબમાં કાળા ખેતીના ત્રણેય કાયદા લાગુ કર્યા છે. પંજાબની કોંગ્રેસ સરકારના પ્રધાન ભારત ભૂષણ 'આશુ' એ કહ્યું છે કે પંજાબમાં આ ત્રણ કાયદા અમલમાં આવ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી આ હેઠળ ખરીદી કરવામાં આવી રહી છે. ચઢ્ઢાએ કહ્યું, આ અમારો કોઇ આરોપ નથી ખુદ તેમના મંત્રી સ્વીકારી રહ્યા છે કે પંજાબમાં ત્રણેય કાળા કાયદા અમલમાં આવ્યા છે. મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે પંજાબના લોકો અને ખેડુતો સાથે દગો કર્યો, મગરના આંસુ વહાવી દીધા. તેમણે (અમરિન્દરસિંહે) કહ્યું હતું કે તેઓ આ કાયદા અહીં લાગુ નહીં કરે પરંતુ તે કરી ચૂક્યા છે. આપ નેતાએ કહ્યું કે, કેપ્ટન અમરિંદર સિંહે પંજાબની જનતા અને ખેડૂતોની છેતરપિંડી કરી છે. આમ આદમી પાર્ટી પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાની માંગ કરે છે પંજાબના ખેડુતોની પીઠમાં છરીના ઘા માર્યા છે.