ચંડીગઢ-

પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં કઈંક રાહત જાેવા મળી રહી છે. આજે સવારે કોંગ્રેસના નેતા નવજાેત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષનો કાર્યભાર સંભાળી લીધો છે. પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળતા જ સિદ્ધુએ પોતાની સ્ટાઈલમાં જાેરદાર ભાષણ આપ્યું. તેમણે વિરોધીઓને લલકારતા તેમના બિસ્તર ગોળ કરી નાખવાની વાત કરી. તેમણે કહ્યું કે તેમનું મિશન પંજાબને જીતાડવાનું છે.

નવજાેત સિંહ સિદ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ કહ્યું કે દેશના ખેડૂતો આજે દિલ્હીના રસ્તાઓ પર ધરણા ધરી રહ્યા છે. સૌથી મોટો મુદ્દો આ છે. સિદ્ધુએ કહ્યું કે કાર્યકરોના વિશ્વાસમાં ભગવાનનો અવાજ છે. અમે કાર્યકરોનો અવાજ સાંભળીશું. નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યું કે શું ચોરોની ચોરી ન પકડવામાં આવે અને શું મોંઘી વીજળી ખરીદવામાં આવે? સિદ્ધુએ શિરોમણી અકાલી દળના નેતા અને વિક્રમજીતસિંહ મજેઠિયા પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું. તેમણેકહ્યું કે પંજાબ પૂછે છે કે ચિટ્ઠા વેચનારો ક્યા છે. તેમણે કહ્યું કે સુખબીર અને મજેઠિયાને રહેવા દેવાના નથી. તેમણે કહ્યું કે પંજાબના મુદ્દાઓનો ઉકેલ લાવવો અમારો હેતુ છે. હું ખેડૂતોને મળવા માંગુ છું. કોંગ્રેસ આજે એકજૂથ છે. તેમણે કહ્યું કે મારી પ્રધાનીનું સૌથી મોટું મિશન ખેડૂતોને તાકાત આપવાનું છે. ખેડૂત મોરચો સંભાળનારાઓને મળવા માંગુ છું. મારી ચામડી મોટી છે, મારું મિશન એક જ છે.

કેપ્ટન બોલ્યા- સિદ્ધુ અને હું સાથે મળીને કરીશું કામ

આ દરમિયાન મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પણ તેમની સાથે જાેવા મળ્યા અને તમામ કાર્યકરો વચ્ચે બંનેએ મંચ શેર કર્યો. કેપ્ટન અમરિન્દર સિંહે અહીં કાર્યક્રમમાં કહ્યું કે જ્યારે સોનિયા ગાંધીએ તેમને જણાવ્યું કે તેઓ નવજાેત સિંહ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવા માંગે છે તો ત્યારે તેમણે કહ્યું કે તેઓ તેમના ર્નિણયનું સ્વાગત કરશે. હું અને નવજાેત સિંહ સિદ્ધુ સાથે મળીને કામ કરીશું.