વડોદરા, 

કોરોના કોંગ્રેસ પક્ષનો પીછો નથી છોડી રહ્યો અગાઉ પણ કોંગ્રેસના ઘણાં નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોના પોઝિટિવ આવતા પક્ષમાં ખળભળાટની સાથે ચિંતા જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતાં. ગઈકાલે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી તેમને રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિર્પોટ પોઝિટીવ આવતા તેમના સંર્પકમાં આવેલા લોકોમાં ચિંતામાં ગરકાવ થયા હતા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે વડોદરાની બેન્કર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સૌથી મોટી વાત એ છે કે ભરસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પક્ષમાં ખળભળાટ મચ્યો છે.

કારણ કે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સહિત તેમની સાથે સતત સંપર્કમાં રહ્યાં હતાં. આવામાં હાલ કોંગ્રેસ મોવડીમંડળ સહિત બીજા નેતાઓ ચિંતામાં પડ્યાં છે. જોકે હવે કોરાનાને લઈને હાલ ભરતસિંહ સોલંકીની સારવાર ચાલી રહી છે.