વડોદરા-

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરશે. તેઓ પહેલી ચૂંટણી સભા તરસાલીમાં, બીજી ચૂંટણી સભા કારેલી બાગમાં અને ત્રીજી સભા નિઝામપુરામાં ગજવશે. ત્યારે વડોદરામાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. વડોદરામાં કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા છે.

વડોદરામા મુખ્યમંત્રી આવવાના હોઈ કોંગ્રેસના નેતાઓ વિરોધ ના કરે તે માટે તેઓને નજરકેદ કરાયા છે. વડોદરા શહેરમાં કોંગ્રેસ અગ્રણી અને પ્રવક્તા ઋત્વિજ જાેષીને પોલીસે નજર કેદ કર્યાં છે, જેથી તેઓએ આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાવીને ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે. ચૂંટણી પ્રચારમા અડચણ ઉભી કરવાનો કોંગ્રેસનો આરોપ છે. આંકલાવ અને ઉમરેઠ જિલ્લાના કોંગ્રેસ પ્રભારી નિલેશ બ્રહ્મભટ્ટ આરોપ મૂક્યો કે, ભાજપ સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહી છે. ભાજપ કોંગ્રેસના સૈનિકને દબાવી રહી છે.

મુખ્યમંત્રી વડોદરામાં ભાજપના સ્ટાર પ્રચારક તરીકે આવી રહ્યા છે, ત્યારે નજરકેદ કેમ કરાયા? કોંગ્રેસ અગ્રણી અને પ્રવક્તા ઋત્વિજ જાેષીએ જણાવ્યું હતું કે, ભારતીય સૈનિકો પર પુલવામાના આંતકવાદી હુમલામાં શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા નમન કરું છું. આજે કોંગ્રેસના સૈનિકો પર ભાજપ દ્વારા આચરસંહિતાનું ઉલ્લંઘન કરતો જે હુમલો કરવામાં આવ્યો છે, તેની નિંદા કરુ છું. આજે ભાજપના સ્ટાર પ્રચારક વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર અર્થે વડોદરા આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સૈનિકોને નજરકેદ કરવામાં આવે તે કેટલું યોગ્ય? મારી ઘરે પોલીસે મને નજરકેદ કર્યો છે.