વડોદરા 

જેઈઈ અને નીટ ની પરીક્ષા મુલતવી રાખવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે ધરણા અને રસ્તા રોકોના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા પોલીસ તંત્ર દ્વારા અપશબ્દો બોલવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા જાહેરનામાના ભંગ બદલ પોલીસ દ્વારા ૨૦ જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

જ્યાં સુધી દરેક જિલ્લામાં જેઈઈ અને નીટ ની પરીક્ષા માટે પુરતી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરતા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે કોંગ્રેસ કાર્યકરો દ્વારા રસ્તા ઉપર બેસી જઇ રસ્તો રોકતા ટ્રાફિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઇ ગઇ હતી. કોંગ્રેસ દ્વારા રસ્તો રોકીને આંદોલનને ઉગ્ર બનાવતા પોલીસે જાહેરનામાના ભંગ બદલ નરેન્દ્ર જયશ્વાલ, વ્રજ પટેલ સહિત ૨૦ જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા પોલીસ અને ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યાં હતા. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા હતા કે, પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરો અને મહિલા કાર્યકરોને અપશબ્દો બોલવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બળનો ઉપયોગ કરીને કાર્યકરોની અટકાયત કરવામાં આવતા માર્ગ ઉપર ઉત્તેજના વ્યાપી ગઇ હતી. કોંગી કાર્યકરોએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના મહિલા હોદ્દેદારો અને અન્ય મહિલાઓને રાવપુરાના ઁજીૈં દ્વારા ધક્કા મારતા

હુસાતુસી થઇ હતી.