અમદાવાદ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખપદના દાવેદાર કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા. પારુબેન જિલ્લા પંચાયતમા પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવતા પહેલા બુધવારે કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા. શાહપુર બેઠક પરથી જીતેલા કોંગ્રેસના સભ્ય પારુબેન પ્રમુખપદના દાવેદાર હતા. ભાજપના પ્રમુખ બનશે એવી અટકળો વચ્ચે બુધવારના રોજ કોંગ્રેસના પારુબેન  કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા. જાેકે અટકળો એટલી તેજ બની હતી કે ભાજપ પોતાની એક બેઠક ખાલી કરાવી એના પરથી અનામત બેઠક જીતાડી પોતાના જ પક્ષના ઉમેદવારને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવશે પરંતુ પારુબેન જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે. જાેકે સત્તાવાર આવતીકાલે કલેકટર દ્વારા તેમને જાહેર કરવામાં આવશે. અમદાવાદ પ્રમુખ અને ઉપપ્રમુખ,કારોબારી ચેરમેન માટેના ફોર્મ ભરાયા હતા. ૩૪ માંથી ૩૦ બેઠક પર ભાજપ જીત્યું હોવા છતાં પ્રમુખ કોંગ્રેસના બન્યા છે. પ્રમુખ માટે એસ. ટી.  મહિલા અનામત હોવાથી કાૅંગ્રેસના  પ્રમુખ  બનશે. ભાજપમાં એસટી મહિલા જીતી ન હોવાથી  પ્રમુખપદ કાૅંગ્રેસને પદ મળશે.જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પંકજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની બેઠક એસ.ટી મહિલા અનામત હતી અને તે બેઠક પરથી શાહપુરના પારુબેન જીતી ગયા હતા. આજે તેમને કોંગ્રેસ ભવનની મુલાકાત લીધી હતી.આવતી કાલે તેઓ સત્તાવાર રીતે જિલ્લા પ્રમુખનો ચાર્જ સંભળાશે. જાેકે આ સત્તા કલેક્ટરની છે એટલે તેઓ સત્તાવાર જાહેરાત કરશે