ભુજ-

ક્ચ્છમા ભારે વરસાદ બાદ જિલ્લાના પાટનગર ભુજની હાલત ખાડાનગરી જેવી થઈ ગઈ છે જ્યાં જુઓ ત્યાં ખાડા,ગટરલાઇનો બેસી ગઈ છે ત્યારે ભુજમાં વિપક્ષે અનોખો વિરોધ કર્યો છે ભુજની પોસ્ટઓફિસ પાસે ભુવો પડી જતા વિપક્ષ દ્વારા પૂજા કરવામાં આવી હતી શાસ્ત્રોક્ત વિધિથી ખાડાની પૂજા કરવામાં આવી હતી.

ભુજ શહેરમાં ઠેરઠેર ખાડા અને ગટરલાઈનમાં ભંગાણ તેમજ બિસમાર રોડ મુદ્દે પાલિકાને જગાડવા પ્રયાસ કરાયો છે કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા કટાક્ષમાં કરાયેલી ખાડાપૂજાએ ચર્ચા જગાવી છે. ભાજપના નેતાઓ એ માત્ર પોતાનો વિકાસ કર્યો છે શહેરના વિકાસમાં રસ જ નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહયું છે.