દિલ્હી-

કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે હૃદયરોગના હુમલા બાદ ગાઝિયાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. રાષ્ટ્રીય પક્ષે સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા તેના નેતાના અવસાન વિશે માહિતી આપી હતી. ટ્વીટમાં લખ્યું છે કે, "શ્રી રાજીવ ત્યાગીના અચાનક અવસાનથી અમને ખૂબ દુ:ખ થયું છે. એક સાચા દેશભક્ત અને દુ:ખના આ સમયમાં અમારા વિચારો અને પ્રાર્થના તેમના પરિવાર અને મિત્રો સાથે છે."

ગત્ત વર્ષે ઓકટોબરમાં, કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ત્યાગીને ઉત્તર પ્રદેશમાં તેના મીડિયા પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યાગી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા હતા અને તેમણે પાર્ટીમાં વિવિધ ક્ષેત્રે કામ કર્યું હતું. તેમને 2019 માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈમાં મીડિયાને સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી.