અમદાવાદ,

દેશમાં એવું પ્રથમ વખત થયું છે યારે ડીઝલની કિંમતમાં પેટ્રોલ કરતાં વધી ગઈ હોય. જોકે આવું માત્ર દિલ્હીમાં જ છે, દેશના અન્ય ભાગમાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતાં સસ્તી જ છે. દિલ્હીમાં ડીઝલની કિંમત વધવાનું મુખ્ય કારણ વેટ છે. દિલ્હી સરકારે લોકડાઉન દરમિયાન ડીઝલ પર લાગતા વેટમાં વધારો કર્યેા હતો. તેની સાથે જ કેન્દ્ર સરકારે પણ મેના પ્રથમ સાહમાં પેટ્રોલ અને ડીઝળ પર એકસાઈઢ ડૂટીમાં વધારો કર્યેા હતો. પેટ્રોલ પર પ્રતિ લિટર એકસાઈ ૧૦ પિયા અને ડીઝલ પર પ્રતિ લિટર એકસાઈઝ ૧૩ પિયા વધારવામાં આવી હતી. 

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે સોમવારે રાજકોટ, અમદાવાદ અને સુરતમાં કોંગ્રેસ દ્વારા અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ ખાતે કોંગી આગેવાનો ઘોડા પર બેસીને વિરોધ કરતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ અમદાવાદમાં પણ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે આક્રમક રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

દેશમાં આ મહિને સતત ૨૧ દિવસ સુધી પેટ્રોલ ડીઝલની કિંમતાં વધારો થયો છે. ૨૨માં દિવસ એટલે કે રવિવારે કોઈ વધારો થયો ન હતો. પરંતુ આજે ફરીથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૫ પૈસા વધીને ૮૦.૪૩ પિયા અને ડીઝલ ૧૩ પૈસા વધીને ૮૦.૫૩ પિયા થયું છે. દિલ્હીમાં ડીઝલ પેટ્રોલથી ૧૦ પૈસા મોંઘું છે. છેલ્લા ૨૩ દિવસમાં પેટ્રોલ ૯.૧૭ પિયા પ્રતિ લિટર અને ડીઝલ ૧૧.૨૩ પિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. દરમિયાન આજે પેટ્રોલ ડીઝલના વધતા જતાં ભાવ સામે કોંગ્રેસે દેશ વ્યાપી આંદોલન કયુ છે અને દેખાવો યોજી પ્રજાના આક્રોસનો પડઘો પાડયો છે.