અમદાવાદ, એટીએસ ગુજરાત અને ભારતીય કોસ્ટ ગાર્ડ સંયુક્ત ઓપરેશન કરીને પાકિસ્તાન બોટ અને ૩૦ કિલો હેરોઇન સહિત ૮ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી.એ મામલે તપાસ માં અન્ય ખુલાસા થયા છે અને ગુજરાત થી લઈ પંજાબ સુધી નું કનેકશન સામે આવ્યું છે ગુજરાત એટીએસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવી આગળ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને તપાસમાં સામે આવ્યું છે કે વધુ ૬ આરોપીઓ દ્રગ કેસમાં સામેલ હતા. એટલુ જ નહીં તપાસ માં સામે આવ્યું છે કે પાકિસ્તાન થી કરાંચી માં રહેતા આરીફ કચ્છીએ પકડાયેલ આરોપીઓ માંથી હુસૈન ઇબ્રાહિમ ને આપ્યા હતા.ત્યાર બાદ મુસ્તફા અને નસરુલ્લા એ નુહ નામની બોટમાં મૂકી દીધેલ. આ ડ્રગનો જથ્થો દરિયામાં આરીફ ના કહેવા પ્રમાણે જખૌ ના દરિયા કાંઠે હાજી માણસ નો સંપર્ક કરી સામે થી કાસમ તરીકે જવાબ આવે તે લોકોને આપવાની વાત કરી હતી.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ કામ માટે આરીફે ૨ લાખ રૂપિયા એડવાન્સ આપી દીધા હતા. અને કામ થયા પછી ૫ લાખ રૂપિયા આપવા નો હતો. તપાસ માં સામે આવ્યું છે કે પાકિસ્તાનના ડ્રગ માફિયા સિકંદર ડેર નામના આરોપીએ આરીફના મારફતે આ ડ્રગ ભારત માં મોકલી રહ્યો હતો અને જેમાં આ સમગ્ર કેસ માં ગુજરાત ના ડ્રગ માફિયા અને હાલ વોન્ટેડ અને દુબઈ માં રહી ડ્રગ નો વેપાર કરતો આરોપી સાહિદ સુમરા પોતાના માણસો દ્વારા પંજાબ ના મનજીત સિંગ,રેશમ સિંગ અને પુનિત કજાલા સુધી ડિલિવરી પહોંચાડવાનો હતો. હાલ તો ગુજરાત એટીએસ ટીમે પકડાયેલ ૮ આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મેળવી કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આ ગુના માં ફરાર અન્ય આરોપીઓ ને પકડવા કામગીરી કરી રહી છે.