મુંબઇ,તા.૯

કાલે બપોરે ૩ વાગે આઈસીસીની મીટિંગ થનાવી છે. આ મીટિંગ રાખવાનું મુખ્ય કારણ એ છે કે, ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપના આયોજનને લઈને નિર્ણય લેવામાં આવશે. આ પહેલા ૨૮ મેના રોજ આઈસીસીની બેઠકમાં વિશ્વ કપના આયોજનને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહતો. 

સુત્રોના જણાવ્યા પ્રમાણે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ પહેલા જ આઈસીસીને કહ્યું હતું કે, આ વર્ષે તેમના માટે ટી૨૦ વિશ્વ કપનું આયોજન કરવાનું લગભગ અશક્ય છે. ત્યાર બાદ પણ આઈસીસી તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે, તેઓ હજુ પણ બીજા પ્રયત્નોમાં લાગેલા છે. 

આની વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સે કહ્યું હતુ કે, ન્યુઝીલેન્ડમાં પણ આ ટૂર્નામેન્ટનુ આયોજન કરાવી શકાય છે. પરંતુ ત્યાર બાદ જ્યારે એબીપી ન્યુઝે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના ચીપ એક્ઝીક્યુટિવ ડેવિડ વાઈટને આ અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું હતું કે, ન્યુઝીલેન્ડ ક્રિકેટ આ વર્ષે એફટીપીમાં પહેલાથી જ આવી સીરિઝ કરાવવામાં ફોક્સ કરી રહ્યું છે અને આ સાથો સાથ આવતાં વર્ષે મહિલાઓના વર્લ્ડ કપ પણ સફળતાંની સાથે આયોજન કરવાનું તેમનું લક્ષ્‍ય છે.તેમણે ટી૨૦ વર્લ્ડકપના આયોજન અંગે કોઈ ઉલ્લેખ કર્યો નહીંય એવામાં આઈસીસીની પાસે બહુ જ ઓછા વિકલ્પ છે.