ગાંધીનગર,તા.૨૫ 

ગુજરાતમાંથી ૩ નક્સલીઓ ઝડપાવવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. આ નક્સલીઓ કેમ આવ્યા હતા અને શુ ઉદ્દેશથી આવ્યા હતા તે અંગે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. નક્સલીઓનું ગુજરાત સરકારને ઉથલાવવાનું ષડયંત્ર હતું. ઝારખંડથી આવેલા નક્સલીઓ ષડયંત્ર રચી રહ્યાં હતા. નક્સલીઓ ગુજરાતમાં ઉશ્કેરણીના પ્રયાસમાં હતા. નક્સલીઓ ગુજરાતમાં સતીપતી સંપ્રદાયને ઉશ્કેરી રહ્યાં હતા. સંપ્રદાયના અનુયાયીઓએ ઉશ્કેરણીનો પ્રયાસ કર્યો હતો. ઉશ્કેરણી કરી સરકાર સામે કરવા આંદોલન માગતા હતા. તેમની પાસેથી માઓવાદી પત્રિકાઓ અને મુદ્રિત સામગ્રી પણ મળી આવી છે. શખ્સો પાસેથી ફોન અને લેપટોપ પણ મળી આવ્યા છે. ગઇકાલે એટીએસએ વ્યારામાંથી ૩ નક્સલીઓની ધરપકડ કરી છે પથ્થલગડી આંદોલનમાં હિંસક

પ્રવૃત્તિઓમાં સંકળાયા હતા. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, તાપીમાંથી ૨, દાહોદમાંથી એક શખ્સ ઝડપ્યો છે. આ શખ્સો સામુ ઓરેયા, બિરસા ઓરેયા અને બબિતા કછપની ધરપકડ કરવામાં આવી છે. કટાસવણ ગામેથી બંને શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઝારખંડથી આવેલા બંને શખ્સો છૂપાયા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. ગુજરાત એટીએસએ ગુપ્ત ઓપરેશન હાથધરીને કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આ ત્રણેય નક્સલીઓ તેઓ ગુજરાતમાં નક્સલી પ્રવૃત્તિઓ ચલાવવા ષડયંત્ર કરતાં હતાં. આ ઘટનાને પગલે એટીએસના ડીઆઈજી સહિતના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે. આ ઝડપાયેલા શખ્સોને અમદાવાદ એટીએસ લાવવામાં આવ્યાં છે. પ્રાપ્ત થયેલી વધુ જાણકારી પ્રમાણે ઝડપાયેલા આ નક્સલીઓ પથ્થરગડી ચળવળ સાથે સંકળાયેલા છે.