વડોદરા-

ગોધરા કાંડના મુખ્ય આરોપી સલીમ જર્દા હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. સલીમે પેરોલ પર રજા મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેથી કોર્ટે તેના શરતી જામીન મંજુર કરી કેટલીક શરતો મુકી હતી. પરંતુ સલીમ જર્દાને જાણે જેલમાંથી ભગાડી જવાનુ ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેમ ઐયુબ જર્દાએ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બોગસ દસ્વાતેજો જમા કરાવાત ભાંડો ફુટ્યો હતો. જેથી જેલ સત્તાધીશો દ્વારા ઐયુબ જર્દા સામે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપી ગુનો નોંધવામાં આવ્યો છે. ગોધરા કાંડનો આરોપી સલીમ જર્દાએ પેરોલ પર રજા મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે સલીમની શરતી પેરોલ મંજુર કરી હતી. જેમાં એક લાખની રોકડ ડીપોઝીટ અને તેટલી જ રકમના બે વ્યક્તિઓની સોલવંશી જામીન 15 દિવસમાં જેલ ઓથોરેટી સમત્ર રજુ કરવા હુકમ કર્યો હતો. જોકે સલીમને પેરોલ પર છોડાવનાર ઐયુબ જર્દાએ ગતા તા. 30 જુનના રોજ સવારે વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચી વસાવા કાંતિભાઇ દલપતસિંહ અને બેલીમ ઇકબાલ મોહમદ સિદીનુ પ્રમાણપત્ર રજુ કર્યું હતુ. જેથી બીજી તરફ ડીપોઝીટની રકમ ભરાવવા માટે ઐયુબ જર્દા પાસે જેલ ઓથોરિટીએ આધાર કાર્ડ માંગ્યું હતુ. આ મામલે જેલ સત્તાધીશો દ્વારા ગોધરા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી ખાતે સોલવંસી બાબતે તપાસ કરવાતા બન્ને બનાવટી અને ખોટી હોવાનુ જાણવા મળ્યું હતુ. તેમજ આ પ્રકારનુ કોઇ પણ પ્રમાણ પત્ર તેમની કચેરીથી ઇશ્યુ કરવામાં ન આવ્યું હોવાની જાણ કરાઇ હતી. ગોધરા કાંડના આરોપી સલીમને જેલમાંથી ભગાડી જવાનુ ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવુ લાગી રહ્યું છે. જેથી જેલ સત્તાધીશો દ્વારા આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સલીમ જર્દા વડોદરા સેન્ટ્રલ જેલમાં બેઠો બેઠો જેલની અંદર કોલ સેન્ટર ચલાવતો હોવાનુ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું હતુ. જેથી અગાઉ પણ સલીમ સામે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ નોંધાઇ ચુંક્યાં છે. ગોધરાકાંડમાં આરોપી સલીમ જર્દા આજીવન કેદની સજા વડોદરા સેન્ટ્રલ જેલમાં ભોગવી રહ્યો છે. તેણે પેરોલ પર રજા માટે અરજી કરી હતી જેમાં કોર્ટે તેની અરજી મંજૂર કરી હતી અને સલીમ જર્દાને ભગાડી જવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું.