અમદાવાદ-

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેના અમદાવાદના પ્રવાસ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો જ આંદોલન કરી રહ્યા છે, તેઓ કાયદો પાછો ખેંચવા માટે વાત કરી રહ્યા છે. પરંતુ સરકાર કાયદો પાછો નથી ખેંચવાની, તેમ છતાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પરંતુ જાે દરેક કાયદાઓને પાછા ખેંચવાના થાય તો સંવિધાનનો કોઈ મતલબ રહેતો નથી, તે અંગે રામદાસ આઠવલે એ પ્રકારનું નિવેદન આપ્યું હતું.એ.આઈ.એમ.આઈ.એમ ગુજરાતમાં ચૂંટણી લડવાની તૈયારીમાં છે. ત્યારે તે અંગે કેન્દ્રીય પ્રધાનને પૂછતાં તેમણે જણાવ્યું કે, જાે ગુજરાતમાં એ.આઈ.એમ.આઈ.એમ ચૂંટણી લડશે તો તેનો ફાયદો ભાજપને જ થશે.

લવ જેહાદ અંગે રામદાસને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં જ્યારે લવજેહાદના કાયદા માટેની વાતો કરવામાં આવી રહી છે. લવ જેહાદ કાયદો એટલે કે કોઈ પણ હિંદુ અથવા મુસ્લિમ ધર્મ બદલાવવાની જરૂર નથી, પરંતુ જાે કોઈ પણ વ્યક્તિ બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવે તો તેના પર જ આ કાયદો લાગુ પડશે. આ ઉપરાંત કોરોના વેકસીન અંગે રામદાસ આઠવલે નિવેદન આપ્યું કે જીવતા રહેવા માટે વેકસીન ખૂબ જ આવશ્યક રહેશે. જાે કે વેક્સિન આવ્યા બાદ રામદાસ આઠવલેએ એ વેકિસન લેવી કે નહિ તે ત્યારબાદ નક્કી કરશે.