રાજકોટ, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે. આ ત્યારે કોંગ્રેસમાં જૂથવાદ અટકવાનું નામ જ લેતો નથી. સોમવારે ચૂંટણી માટે પાર્ટીની ટાસ્ક ફોર્સની બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત કોગ્રેસના પ્રદેશ પ્રભારી રધુ શર્માએ એવું નિવેદન આપ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસ  પદનો ચહેરો જાહેર નહીં કરે, કોંગ્રેસ ઝ્રસ્ના ચહેરા વગર ચૂંટણી લડશે. જયારે આજે રાજકોટ ખાતે આવેલા રાજ્યસભા સાંસદ અને કોંગી નેતા શક્તિસિંહ ગોહિલે મીડિયાને વિરોધાભાસી નિવેદન આપતા જણાવ્યું હતું કે,સ્ન્છની સેન્સ લઈને અમે ઝ્રસ્નો ચહેરો નક્કી કરીશું. રાજકોટમાં આજે સર્કીટ હાઉસ ખાતે રાજ્યસભા સાંસદ અને કોંગી નેતા શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના કાર્યકરોને મળ્યા હતા. જ્યાં તેમણે મીડિયાને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો ખૂબ જ શાણા છે. ગુજરાતમાં માત્ર બે પક્ષ વચ્ચે જ ટક્કર છે. અને તે છે ભાજપ અને કોંગ્રેસ, ગુજરાતીઓ ક્યારેય ત્રીજાે પક્ષ ન સ્વીકારે. પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે લોકોની ચિંતા કરવામાં આવતી હતી.

હવે પંજાબના લોકો હવે સમજાયું કે અમે ભૂલ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,પંજાબે છછઁને નકારી દીધી કારણ કે તેઓ સત્તામાં આવ્યાના મહિનાઓમાં જ ભગવંત માનની બેઠક ગુમાવી હતી. તેઓએ ચાર મહિનામાં પંજાબના લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે, તેથી તમે તેમની પાસેથી ગુજરાતના લોકોને શું આપવાની અપેક્ષા રાખી શકો છો, તેમણે કહ્યું કે ચૂંટણી પર આમ આદમી પાર્ટીની અસર નહીં થાય. નોંધીનીય છે કે, રઘુ શર્માની પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસના ચાર પૂર્વ ધારાસભ્યો, ચાર પ્રદેશના નેતાઓ સહિત અન્ય નેતાઓ ભાજપમાં જાેડાઈ જતાં હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ક્યારે અટકશે એ તો આવનારા સમયમાં જ જાણી શકાશે.