મુંબઇ,તા.૧૮

સાત વર્ષના પ્રતિબંધ બાદ કેરળ ક્રિકેટ એસોસિએશન (કેસીએ) એ વિવાદિત પેસ બોલર એસ શ્રીસંતને રણજી ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. ૩૭ વર્ષીય શ્રીસંતનાં બેનનો સપ્ટેમ્બરમાં અંત આવ્યા પછી રણજી ટીમમાં જોડાઈ શકે છે. બીસીસીઆઈએ ઓગસ્ટ ૨૦૧૩માં શ્રીસંત પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના સિવાય આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ કરનારા રાજસ્થાન રોયલ્સના અજિત ચંડિલા અને અંકિત ચવ્હાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈની શિસ્ત સમિતિના નિર્ણયને આ વર્ષે ૧૫ માર્ચે બદલ્યો હતો.શ્રીસંતે કહ્યું કે, મને તક આપવા બદલ ખરેખર કેસીએનો ઋણી છું. હું મારી ફીટનેસ અને સ્પોટ્‌ર્સથી પોતાને સાબિત કરીશ. હવે બધા વિવાદોને રોકવાનો સમય આવી ગયો છે. તાજેતરમાં, કેસીએએ પૂર્વ ઝડપી બોલર ટીનુ યોહાનનને ટીમના કોચ તરીકે નિયુક્ત કર્યા છે. કેસીએના સેક્રેટરી શ્રીથ નાયરે કહ્યું કે તેનું પરત થવું રાજ્યની ટીમ માટે એક અસેટ સાબિત થશે.શ્રીસંત કેરળનો બીજો ખેલાડી છે જેણે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. ભારત તરફથી ૨૭ ટેસ્ટમાં તેણે ૮૭ વિકેટ ઝડપી છે. જ્યારે તેણે ૫૩ વનડેમાં ૭૫ વિકેટ ઝડપી છે અને દસ ટી- ૨૦ મેચોમાં સાત વિકેટ લીધી છે. શ્રીસંત ૨૦૦૭માં ટી-૨૦ અને ૨૦૧૧માં વનડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાં સામેલ હતો.તમને જણાવી દઈએ કે શ્રીસંતે આજીવન પ્રતિબંધ ઘટાડીને સાત વર્ષ કર્યા બાદ ફરીથી કેરળ માટે રણજી ટ્રોફીમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. શ્રીસંતે કહ્યું હતું કે પ્રહું મારા બધા શુભેચ્છકોનો આભાર માનું છું જેમણે મારા માટે પ્રાર્થના કરી.ષ્ તેમની પ્રાર્થના સ્વીકારવામાં આવી છે. હાલમાં મારી પાસે ટેસ્ટમાં ૮૭ વિકેટ છે અને મારી કારકિર્દીને ૧૦૦ ટેસ્ટ વિકેટ સાથે ખતમ કરવા ધારું છે. ૧૦૦ વિકેટ પૂર્ણ કરવા માટે મારે ફક્ત ૧૩ વિકેટની જરૂર છે.