મેલબોર્ન,તા.૧૮ 

 ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ કોરોના વાઈરસના કારણે નુકસાનને ઘટાડવા માટે વધુ ૪૦ કર્મચારીઓને છૂટા કર્યા છે. સીએ દ્વારા બજેટમાં ૨૦૦ કરોડનો કાપ મુકવામાં આવશે. સીએ અને અન્ય સ્ટેટ એસોસિએશન દ્વારા અત્યારસુધીમાં ૨૦૦ લોકોને છૂટા કરવામાં આવ્યા.

કેવિન રાબટ્‌ર્સના સ્થાને સીએના વચગાળાના સીઈઓ બનનાર હાકલે નવી યોજના સાથે આવ્યા છે. તેમણે કહ્યું કે,‘કર્મચારીઓ સામે રજૂ કરવામાં આવેલી યોજનામાં વાર્ષિક બજેટમાં ૨૦૦ કરોડના કાપ સંબંધિત ખર્ચાની ઓળખ કરવામાં આવી. જેથી કોવિડ-૧૯ની અસરને ઘટાડી શકાય.’ શેફિલ્ડ શીલ્ડ, માર્શ કપ, મહિલા ક્રિકેટ લીગ, બિગ બેશ લીગ, મહિલા બીગ બેશ લીગને યથાવત્ રાખવામાં આવી છે. અંડર-૧૫, અંડર-૧૭ અને ઓસ્ટ્રેલિયા-એ આગામી વર્ષ સુધી વિદેશ પ્રવાસે નહીં જાય.ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વાના મેનેજર હર્લે મેડકાફે ભારતીય દિવ્યાંગ ક્રિકેટરોની મદદ માટે ૧.૫ લાખ રૂપિયાનું ફંડ ભેગુ કર્યું. એસોસિએશનના સચિવ રવિ ચૌહાણે જણાવ્યું કે, મેડકાફની મદદના ભાગ રુપે ૧.૫ લાખનું ફંડ ભેગુ કરાયું. આ રકમ ૩૦ જરૂરિયાતમંદ ખેલાડીઓને મોકલાયા. દરેક ખેલાડીને ૫-૫ હજાર રૂપિયા મળ્યા.