વડોદરા,તા.૩૧

આખરે મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીની ૨૦૨૩ નવા વર્ષની ડાયરીમાં ગંભીર ક્ષતિઓ મામલે સિન્ડિકેટ સભ્યોની નારાજગી બાદ આજે મળેલ સિન્ડિકેટ બેઠકમાં નવા વર્ષની પ્રસિધ્ધ થયેલ ડાયરીને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે યુનિ. વાઇસ ચાન્સલરના ડો વિજય શ્રીવાસ્તવનો આ મામલે ધોર પરાજય ગણી શકાય તેવી ચર્ચા યુનિ. વર્તુળમાં થતી જાેવા મળે છે. યુનિ,નાં ઇતિહાસમાં પ્રથમવાર આવું બન્યુ છે કે ડાયરી છપાઇને સિન્ડીકેટ સભ્યોને મળી હોય અને તેમાં અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ જણાતા મળતા છપાઇ ગયેલ ડાયરીને રદ કરી નવી ડાયરી છાપવાનો નિર્ણય કરવો પડયો હોય. વાચા ડો વિજયકુમારના મનસ્વી વહીવટનાં કારણે આ પ્રકારના વિવાદો ઉભા થઇ રહ્યા છે તેવો ગણગણાટ થઇ રહ્યો છે. અને અનેક વિવાદોનાં કારણે વાઇસ ચાન્સલર સામે યુનિ. વર્તુળમાં ઉકળતો ચરૂ જાેવા મળી રહ્યો છે.

 વડાપ્રધાન નરેન્દ્વ મોદીની સ્ટાઇલો મારતા મનસ્વી વા.ચા. વિજય શ્રીવાસ્તવને સિન્ડિકેટની સણસણતી લપડાક સમાન છે. યુનિ.ની વિવાદસ્પદ ડાયરી રદ કરવી પડે એટલી ગંભીર ભુલો સામે આવતા વા.ચા. સામે યુનિ.માં ભારેલો અગ્નિ જાેવા મળી રહ્યો છે.અને રદ થયેલ ડાયરીનો સંપુર્ણ ખર્ચ વા.ચા.ના પગારમાંથી વસુલ લેવા માટેની દરખાસ્ત લાવવાના ચક્રો ગતિમાન શરૂ થયા છે. ડાયરીને લઇને વિવાદ ત્યારે ઉભો થયો જયારે નવા વર્ષની ડાયરી ગેરવહીવટનાં કારણે તેના છાપકામમાં વિલંબ થયો અને વિલંબ બાદ પ્રસિધ્ધ કરવામાં આવેલ ડાયરીમાં અનેક પ્રકારની ગંભીર ભુલો જાેતા સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો અને વિદ્યાર્થી સંગઠનો નો રોષ અને નારાજગી વાઇસ ચાન્સલર ડો વિજયકુમાર સામે જાેવા મળી રહ્યો છે.

જે ગંભીર ભુલો સામે આવી છે તેમાં રાષ્ટ્રગાન વંદેમાતરમ ને ડાયરીમાંથી બાદબાકી કરવામાં આવી છે. તે સિવાય અધ્યાપકો- કર્મચારીઓનાં વિભાગો અને સંપર્ક નંબરોજ લખવામાં આવ્યઆ નથી. ૨૦૨૩ ની નવી ડાયરીમાં યુનિ. વહીવટકર્તાઓએ યુનિ.નાં અધ્યાપકો અને કર્મચારીઓનાં નાંમ તેમનો વિભાગ, સંપર્ક નંબર જ ન લખતા અધ્યાપકો સહિત કર્મચારીઓમાં નારાજગી જાેવા મળી રહી છે. વર્ષોથી યુનિ.ની ડાયરીમાં સંબધિત વિભાગોનાં હેડ- અધ્યાપકો કર્મચારીઓ સહિત યુનિવર્સિટીની ડાયરીમાં દરેક ફેકલ્ટીના વિભાગીય વડાઓનાં સંપર્ક નંબરો પણ પ્રસિધ્ધ કરવામાં આવતા હોય છે. પ્રથમવાર અધ્યાપકો,. ફેકલ્ટીનાં વડાઓ અને કર્મચારીઓના નામો અને સંપર્ક નંબરોને પ્રકાશિત કરવામાં આવ્યા નથી. ૨૦૨૩ની ડાયરીમાં ચાન્સેલર, વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, સેનેટ અને સિન્ડિકેટ સભ્યો, યુનિવર્સિટીના અધિકારીઓ અને વિવિધ ફેકલ્ટીના ડીનના જ નામનો અને કોન્ટેક્ટ નંબરને પ્રકાશિત કરવામાં આવ્યા છે. છવટે વિવાદસ્પદ અને ભુલોની ભરમાર સાથે ઉતાવળે પ્રસિધ્ધ કરવામાં આવેલ એમ.એસ.યુનિની નવા વર્ષની ડાયરીને આખરે રદ કરી ભુલો સુધારી નવી ડાયરી પ્રસિધ્ધ કરવાનો નિર્ણય કરવો પડયો છે. એમ,એસ.યુનિ. ની નવા વર્ષની ડાયરીમાં ગંભીર ભુલોનાં કારણે તેને રદ કરવી પડી છે ત્યારે ડાયરી છાપકામનો ખર્ચની જવાબદારી કોણ લેશે. તેવા સવાલો સાથે યુનિ. વર્તુળમાં ચર્ચા છે કે કેટલાક સિન્ડિકેટ સભ્યો ડાયરી છાપવાનો ખર્ચ વાઇસ ચાન્સલર ડો વિજયકુમાર શ્રીવાસ્તવ પાસેથી વસુલવા માટે આગામી સિન્ડિકેટ બેઠકમાં દરખાસ્ત લાવે તેવું પણ વિચારી રહ્યા છે.સિન્ડીકેટ સભ્યોમાં પણ યુનિ. વાચાનાં ગેરવહીવટ અને મનસ્વી નિર્ણયોના કારણે ભારે નારાજગી જાેવા મળી રહી છે. અને તેના પડઘા આગામી સિન્ડિકેટ બેઠકમાં પડે તેવી શકયતાઓ છે.

યુનિ. પરીસરમાં બનેલ વિવાદસ્પદ ઘટનાઓ અંગે બે દિવસોમાં હાઇપાવર કમિટિ વાચાને રીપોર્ટ સોંપશે

એમ.એસ.યુનિ.કેમ્પસમાં મારામારી, વિદ્યાર્થીની છેડતી અને નમાજ પઢવાના મુદ્દે વિવાદો સર્જાયા છે. અને આ તમામ ઘટનાઓ સંદર્ભે હાઇપાવર કમિટિની રચના કરવામાં આવી છે. આ હાઇપાવર કમિટિની ત્રણ બેઠકો મળી ચુકી છે. અને જેમાં ફરીયાદી સહિત જે વિદ્યાર્થીઓ પર વિવિધ આરોપો છે તેમના જવાબો પણ લેવામાં આવ્યા છે. ત્યારે તમામ વિવાદસ્પદ ઘટનાઓ અંગે જે સંડોવણી સામે આવી છે. તેના પુરાવાઓ ને ધ્યાંનમાં રાખીને હાઇપાવર કમિટિ તેનો રીપોર્ટ યુનિ. વાચા સમક્ષ આવતીકાલે અથવા તેના પછીનાં દિવસમાં સોંપશે

યુનિ. પીઆરનો લુલો બચાવથી વિદ્યાર્થીઓ સંગઠનો માં નારાજગી

 ડાયરીનાં વિવાદ અંગે યુનિવસિર્ટીનાં પીઆરઓ લકુલેશ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ડાયરીનું કદ નાનું કરવામાં આવ્યુ છે. અને કયુઆર કોડ આપવામાં આવ્યો છે તે સ્કેન કરવાથી દરેક ફેકલ્ટીના કર્મચારીઓ અને અધ્યાપકોની જાણકારી મળશે. ત્યારે અધ્યાપકો અને કર્મચારીઓમાં સવાલ એ પણ ઉભો થાય છે કે નવી ટેકનોલોજીનાં ઉપયોગ કરી જે કયુઆર કોડ આપવામાં આવ્યો છે તો પછી વાઇસ ચાન્સલર સહિત બીજા જે નંબરો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેને પણ કયુઆર કોડમાં સમાવી લેવામાં આવ્યા હોય તો લખવાની શી જરૂર છે. જાે કે યુનિ. સત્તાધીશોને ડાયરી સંબધિત તેમની ભુલો સ્વિકારી છે અને ડાયરી ફરી છાપપવાનો નિર્ણય લઇ પ્રસિધ્ધ કરવામાં આવેલ ડાયરી રદ કરી છે.

નૈતિકતાનાં ધોરણે વા.ચા. ડો વિજયકુમાર કયારે રાજીનામું આપશે ?

સ્વપ્રશસ્તી થાય એવા પ્રિન્ટીંગના ઓર્ડરો આપવા જેવા વિવાદમાંજ મ.સ.યુનિ.ના વા.ચા.પદે નિમાયેલા તત્કાલિન વા.ચા. ડો સુરેશ દલાલે વા.ચા. બનવાના ગણતરીના દિવસોમાં વા.ચા.પદેથી રાજીનાંમુ આપી દેવું પડયુ હતુ. નૈતિક રીતે જાગ્રુત એવા સાહિત્યકાર ડો સુરેશ દલાલ જેવી નૈતિકતા વર્તમાંન વા.ચા. ડો વિજય શ્રીવાસ્તવ આટલા બધા વિવાદો પછી પણ બતાવતા નથી. એ એમની ખુરશીની લાલચ બતાવે છે. એવી ચર્ચા યુનિ.ના બુધ્ધિજીવી શિક્ષક- કર્મચારીઓમાં ચાલે છે.