બોડેલી

બોડેલી ના કુંડી ઉંચાકલમ તથા તરગોલ ગામે પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોને લઈ કરેલા ચુંટણી બહિષ્કાર નો મામલામા ફકત એક મત અને કુંડી ઉંચાકલમ ગામે અને તરગોળ માં પણ એક મત નોધાયો હતો કુંડી ઉચાકલમ નો મત નોટા મા નિકળ્યો તરગોલ ગામનો મત ભાજપ ને મળ્યો ચુંટણી બહિષ્કાર મા જીરો મતદાન નોંધાય તેવી ગ્રામજનો ની લાગણી હતી પરંતુ મામલતદાર તથા ંર્ઙ્ઘ એ બન્ને જગ્યાએ એક એક મત નખાવતા વિવાદ થયો હતો એક મતદાર ને પકડી લાવી મત નખાવતા મામલતદાર તથા ંર્ઙ્ઘ નો ગ્રામજનોએ ઘેરાવો કર્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાકલમ ગામે અલગ આઠ વર્ષ બાદ પણ ગ્રામ પંચાયત ન આપવાના મુદ્દે ગ્રામજનોએ ચૂંટણી બહિસ્કારનો ર્નિણય લીધો હતો. તેનું ચુસ્ત પાલન કરીને બપોર સુધી બુથકેન્દ્ર માં એક પણ મત પડ્યો ન હતો.ત્યારે અધિકારીઓ એક મતદારને ગાડીમાં બેસાડી લાવીને મતદાન કરાવતા ગ્રામજનો એ ભારે હોબાળો કર્યો હતો. ૫૧૩ ના મતદાન પૈકી એક માત્ર મત પડ્યો હતો. તેવી જ રીતે તરગોળ માં પણ રસ્તા ને લઇને ચૂંટણી બહિષ્કારનો ર્નિણય લીધો ત્યાં પણ ૭૨૫ ના મતદાન મા ફકત એક મત પડ્યો હતો.ગ્રામ પંચાયત અલગ કરવાનો મુદ્દો મુખ્ય હોવા છતાં તંત્ર એ લાપરવાહી દાખવી છે. જેથી કુંડી-ઉચાકલમ ને ન્યાય ન મળતા ગ્રામજનોએ આખરે મતદાન બહિષ્કાર નો ર્નિણય લીધો હતો. તેને પાડી ને બપોર સુધી એક મત પડ્યો ન હતો. છેવટે અધિકારીઓ એક મતદાર ને ગાડી માં લઇ આવી ને મત નખાવ્યો હતો. તેવા આક્ષેપ સાથે ગ્રામજનો એ હોબાળો કર્યો અને પોલીસ ને દરમ્યાનગીરી કરવાની પણ ફરજ પડી હતી. પ્રજા ની સેવા કરવાના ખોટા વચન સાથે ચૂંટણી લડી ને જીત્યા પછી પાંચ વર્ષ મત વિસ્તારના કામો ન થતા મતદારો રોષે ભરાય તે સ્વાભાવિક છે. ચૂંટણી ટાણે મત વિસ્તાર માં ડેરા તંબુ નાખતા નેતાઓ ચૂંટણી પછી મત વિસ્તાર નુ ધ્યાન રાખે તે બોડેલી તાલુકાના બે ગામ ના ગ્રામજનો એ બતાવ્યું હતુ.