ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમા આમ આદમી પાટીઁના પરીવતીઁત યાત્રા નિકળે તે પુવેઁ જ ઠેર-ઠેર જગ્યા પર લગાવેલા આપના ઝંડા તથા બેનરો નગરપાલિકા દ્વારા ઉતારી લેવામા આવતા વિવાદ ઉભો થયો હતો. જાણવા મળતી વિગતો અનુસાર રાજ્યમા વિધાનસભા નજીક આવતા જ આમ આદમી પાટીઁ પણ મેદાને ઉતરી છે ત્યારે હાલ આમ આદમી પાટીઁના પરીવતીઁત યાત્રા રાજ્યના લગભગ મોટાભાગના વિસ્તારોમાં ફરતી નજરે પડે છે ત્યારે ૨૮મે શનિવારના રોજ ધ્રાંગધ્રા ખાતે આવનારી પરીવતઁન યાત્રા પુવેઁ આમ આદમી પાટીઁના સ્થાનિક કાયઁકરો દ્વારા શહેરના હળવદ રોડથી લઇને છેક આંમ્બેડકર સકઁલ સુધી ઝંડા તથા બેનરો મારવામાં આવ્યા હતા.

ધ્રાંગધ્રામા આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા નિકળી

રાજ્યમા આવનારી વિધાનસભા સંદભેઁ દરેક રાજકીય પક્ષે પોતાની ગતિવિધી તેજ કરી છે તેવામાં આ વખતે કેટલાક વિધાનસભામાં ત્રિપાંખિયો જંગ થવાની પણ શકયતા વતાઁઇ રહી છે ભાજપ, કોગ્રેસ અને હવે આમ આદમી પાટીઁના ગુજરાત પ્રવેશથી બંન્ને રાજકીય પક્ષ મુંઝવણમાં છે તેવામાં હાલ આમ આદમી પાટી દ્વારા ગુજરાતમા પરીવતઁન યાત્રાની શરુવાત કરાઇ હોવાથી ધ્રાંગધ્રા ખાતે પણ આ પરીવતઁન યાત્રા પહોચી હતી જેમા ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજાર પર પરીવતઁન યાત્રા દ્વારા શહેરીજનોને આમ આદમી પાટીઁ દ્વારા વચનો આપી આવનારી વિધાનસભામાં પ્રજા સાથ સહકાર આપે તેવી વિનંતી કરાઇ હતી.