રાજપીપળા તા.૨૪ 

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના એક ટેકરી પર આદિવાસી સમાજની આસ્થાનું પ્રતીક સમાન પવિત્ર મંદિર છે ત્યાં પોલીસે તંબું બાંધ્યો હોવાથી નવો વિવાદ જન્મ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના કેવડિયા ગામની આદિવાસી મહિલાઓ કેવડિયા નાયબ કલેકટર અને વહીવટીદાર કચેરીએ પહોંચી હતી અને રજુઆત કરતા જણાવ્યું હતું કે કેવડિયાના ડુંગર પર આદિ અનાદિ કાળથી એક ડુંગર છે, જેની પર આદિવાસીઓના આરાધ્ય દેવ બિરાજમાન છે. એ ડુંગર પર પોલીસે તાંબુ તાણી આરાધ્ય દેવ આદિવાસીઓના ભગવાનનું અપમાન કર્યું છે, આદિવાસીઓની લાગણી દુભાવી છે. જેથી પોલિસ તત્કાળ આ તંબું હટાવી આદીવાસી સમાજની માફી માંગે. જા પોલીસનો તાંબું નહિ હટે તો આદીવાસી સમાજની સાથે સાથે સાધુ-સંતો, ભક્તો-મહંતો એમની સામે મોરચો માંડશે અને જવાબદાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરીશું.અગાઉ ૨૦૧૮ના રોજ કેવડિયા ગ્રામસભાએ આ પવિત્ર ડુંગર સાથે છેડછાડ નહિ કરવા સર્વ સંમતિથી ઠરાવ પણ પસાર કર્યો હતો. આદીવાસી આગેવાન ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનીટી બન્યા બાદ સ્થાનિક આદિવાસીઓની સમસ્યાઓ અને કનડગત વધતી જાય છે.